News Updates
BUSINESS

ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 1 વર્ષમાં નાણાં થઈ જશે ડબલથી પણ વધારે, રોકાણકારોને મળશે 121 ટકા રિટર્ન

Spread the love

ઝેરોધા બ્રોકિંગ અને સ્મોલકેસ ટેક્નોલોજીસ વચ્ચેના સંયુક્ત સાહસ ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેનું પહેલું ફંડ, ઝેરોધા નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડ અને ઝેરોધા ELSS ટેક્સ સેવર નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું હતું.

આ બંને ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે જેમાં મિનિમમ રોકાણની રકમ અનુક્રમે 100 અને 500 રૂપિયા હતી. આ સ્કીમનો NFOs 3 નવેમ્બરના રોજ બંધ થયો હતો. ELSS સ્કીમમાં 3 વર્ષનું ફરજિયાત લોક-ઈન રહેશે. નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સના 250 શેરો એ એવા શેરોનું સંયોજન છે જે નિફ્ટી 100 ઈન્ડેક્સ અને નિફ્ટી મિડકેપ 150 ઈન્ડેક્સનો ભાગ છે.

નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ, જે કુલ માર્કેટ કેપિટલાઇઝેશનના લગભગ 84 ટકાને આવરી લે છે, તેનો હેતુ NSE પર સૂચિબદ્ધ મોટી અને મિડકેપ કંપનીઓના પ્રદર્શનને પ્રતિબિંબિત કરવાનો છે, જેમાં દરેક સેગમેન્ટમાં 50 ટકા વેઈટેજ આપવામાં આવ્યું છે.

ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની બન્ને સ્કીમમાં રોકાણ કરવા માટે NFOs 3 નવેમ્બરના રોજ બંધ થયો હતો. એક મહિના બાદ રોકાણકારોને આ સ્કીમમાં 5.36 ટકા રિટર્ન મળ્યું છે. તેથી જે રોકાણકારોએ આ સ્કીમમાં 1 લાખ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તેમના નાણાં 1,05,360 થયા છે, તે પણ માત્ર 1 મહિનામાં.

ઝેરોધા નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડ અને ઝેરોધા ELSS ટેક્સ સેવર નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડનો હાલ XIRR 121 ટકા છે. તેનો મતલબ એ છે કે ઈન્વેસ્ટર્સને 1 વર્ષમાં 121 ટકા રિટર્ન મળશે. તેથે જે રોકાણકારોએ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તેમના નાણાં 1 વર્ષમાં 2,21,000 થઈ જશે.


Spread the love

Related posts

Samsung Galaxy M34 5G આજે લોન્ચ થશે:સ્માર્ટફોન 50MP કેમેરા સેટઅપ અને 6000mAh બેટરી થઇ શકે છે લોન્ચ, અંદાજિત કિંમત 18 હજાર

Team News Updates

મુકેશ અંબાણી 150 અરબ ડોલરના માર્કેટમાં પ્રવેશી રહ્યા છે 

Team News Updates

જેફ બેઝોસે એમેઝોનના 1.2 કરોડ શેર વેચ્યા:કિંમત 16 હજાર કરોડ રૂપિયા, આગામી 12 મહિનામાં 5 કરોડ શેર વેચશે

Team News Updates