News Updates
BUSINESS

શેરબજાર લાલ નિશાન સાથે બંધ થયું:સેન્સેક્સ 128 પોઈન્ટ ઘટીને 61,431 પર બંધ, SBIના શેર 2% તૂટ્યા

Spread the love

આજે એટલે કે ગુરુવારે (18 મે) શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 128 પોઈન્ટના ઘટાડા સાથે 61,431 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 51 પોઈન્ટ ઘટીને 18,129ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં ઘટાડો અને 13માં વધારો થયો હતો. આજે SBIનો શેર 1.70% નીચે છે. આ પછી તેનો શેર રૂ. 9.95 ઘટીને રૂ. 576.35 થયો હતો.

આરબીઆઈએ SBI ફંડ મેનેજમેન્ટને HDFC બેંકમાં 9.99% સુધીનો હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. મર્જર પછી અત્યાર સુધી તેમને નવી કંપનીમાં માત્ર 5% હિસ્સો રાખવાની છૂટ હતી.

આજે ઘણી મોટી કંપનીઓના પરિણામો
આજે ઘણી કંપનીઓના પરિણામ આવશે. Q4FY23 પરિણામો SBI, ITC, Ramco Cement, Bata India, RITES, United Spirits અને PNB હાઉસિંગ ફાઇનાન્સ સહિત ઘણી કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવશે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો
1 દિવસમાં કાચા તેલની કિંમતમાં 2.50%નો વધારો થયો છે. આ સપ્તાહમાં ક્રૂડ ઓઇલમાં 3.50 ટકાની આસપાસનો વધારો થયો છે. ગઈ કાલે બ્રેન્ટનો ભાવ પ્રતિ બેરલ $77ને પાર કરી ગયો હતો. બીજી તરફ, WTI ની કિંમત ગઈકાલે $73 ને વટાવી ગઈ છે. ક્રૂડમાં માગ વધવાની આશાએ તેજી જોવા મળી છે.

શેરબજારમાં ગઈ કાલે ઘટાડો જોવા મળ્યો હતો
આ પહેલા ગઈકાલે એટલે કે 17 મેના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 371 પોઈન્ટના ઘટાડા સાથે 61,560ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી 104 પોઈન્ટ ઘટીને 18,181 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં ઘટાડો થયો હતો અને માત્ર 7માં વધારો થયો હતો.


Spread the love

Related posts

Hero MotoCorp એ Karizma XMR ની કિંમતમાં વધારો કર્યો:1 ઓક્ટોબરથી પ્રીમિયમ સ્પોર્ટ્સ બાઇક ₹7000 મોંઘુ થશે, 32.8 kmplની માઇલેજનો દાવો

Team News Updates

 દર મિનિટે 10 વાહનોની થાય છે નિકાસ,વિશ્વમાં મેડ ઈન ઈન્ડિયાનો ડંકો

Team News Updates

12 જૂને ઇંધણના ભાવ:ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી

Team News Updates