News Updates
SURAT

સુરત : વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસરના કારણે 5 બાળકો સહીત 10 લોકોની તબિયત લથડી

Spread the love

વેસુ-યુનિવર્સીટી રોડ ગેસની અસરના કારણે લોકોની તબિયત લથડવાની ઘટના બની છે. દુર્ગધ બાદ 5 બાળકો સહિત 10 લોકોને ખાંસી અને ઊલટીની તકલીફ થઈ હતી. સારવાર માટે તમામ ને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

10થી વધુ લોકોને ગેસની અસર થઇ હતી. સૂત્રો અનુસાર અચાનક ગુગળાય બાદ ખાંસી અને ઊલટીની તકલીફ શરૂ થતા તમામને તાત્કાલિક સિવિલમાં લવાયા હતા. આ ગેસ કયો હતો જેની લોકોને અસર થઇ હતી તે હજુ સામે આવ્યું નથી. સદનસીબે તમામની તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે.

ગત રોજ રાત્રીના સાડા દસ વાગ્યા ના સમય દરમ્યાન ઝૂંપડામાં સુતેલા 5 નાના બાળકો  સહિત કુલ દસ લોકોને ગેસની અસર થઈ હતી.આ લોકોને ગળામાં બળતરા,ખાંસી,ઉલટી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તમામને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સુરત ફાયર વિભાગ,જીપીસીબી,પોલીસ તેમજ ગેસ કંપનીના અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી હતી. ઘટનામાં હજુ કોઈ સત્તવાર નિવેદન સામે આવ્યું નથી.


Spread the love

Related posts

ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત, 11 જૂને સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપશે, જાણો તેમના અન્ય કાર્યક્રમ

Team News Updates

રેલવે ટ્રેક ક્રોસ કરતા ટ્રેન નીચે કચડાયા:ટ્રેન અડફેટે ત્રણેય મિત્રોનું એક સાથે મોત, દિવાળીની ઉજવણી બાદ રોજગારી મેળવવા ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા

Team News Updates

સુરતમાં ફિલ્મી ઢબે લૂંટના CCTV:હાથમાં તમંચો, મોઢા પર બુકાની બાંધી પાંચ લૂંટારુએ બેન્કમાં 14 લાખની લૂંટ ચલાવી, શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ

Team News Updates