હાલના સમયમાં જ્યારે પરિવારમાં સગાઈનો પ્રસંગ હોઈ ત્યારે વડીલો અને પરિવારજનોની સાક્ષીએ પ્રસંગનું આયોજન થતું હોય છે. પણ સુરતના રહેવાસી મીયાત્રા પરિવારના આંગણે જ્યારે દીકરાના વેવિશાળનું આયોજન સુરતમાં કણાદ ગામ BAPS સંસ્થા દ્વારા નિર્માણ થતું અક્ષરધામ મંદિરના પ્રાર્થના સભાના હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સંતોની ઉપસ્થિત અને એમને સાક્ષીએ બે પરિવાર એક તાંતણે બંધાયા હતા અને સાથે સંતોના આશીર્વાદ અને આશીર્વચન મેળવ્યા હતા.
ત્યારબાદ આધ્યાત્મિક અને ધાર્મિક ભાવનાઓથી જોડાણ થાયએ આશ્રયથી આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિધિવત સગાઈ કરવામાં આવી હતી. મહંતસ્વામી મહારાજની અસીમ કૃપાથી, સંકલ્પ ભૂમિ સુરત અક્ષરધામના આંગણે પ્રાર્થના મંદિરના પવિત્ર સ્થાન પર, સ્વામી બાપાના લાડીલા અક્ષરપુરુષોત્તમ મહારાજ તેમજ સંતોની વિરલ ઉપસ્થિતિમાં વૈદોક્ત ચાંદલા વિધિ સંપન્ન થઈ. મહંતસ્વામી મહારાજના આશિર્વાદ તથા સર્વે સંતોના આશીર્વાદ અને સર્વેના હેતભાવ અને વાત્સલ્યથી ભવ્ય અને દિવ્ય સ્મૃતિઓ સાથે વૈદિક વિધિ પૂર્ણ કરી દામ્પત્ય જીવનનો શુભારંભ થયો.
હાલ શુભ પ્રસંગોમાં થતા ખોટી દેખાદેખી, ભોજનમાં ખર્ચ થતો હોય છે ત્યારે મીયાત્રા પરિવાર દ્વારા નવનિર્માણ થવા જઈ રહેલા મંદિરના સભા ખંડમાં સગાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે પરિવાર અને યુગલને આશીર્વાદ આપવા આમંત્રિત કરવામાં આવેલા મહેમાનને મંદિરના ભોજનાલયમાં શુદ્ધ ભોજનની વ્યવસ્થા કરવમાં આવી હતી. અને સાથે સમાજમાં એક સારો સંદેશ મળેએ હેતુથી માત્ર બંને પક્ષના 200 મહેમાન અને સંતોની હાજરીમાં સગાઈ કરવામાં આવી હતી.