News Updates
ENTERTAINMENT

બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ગાડી ટૉપ ગિયરમાં:જયસ્વાલ અને બુમરાહની સામે અંગ્રેજો ઢળી પડ્યા; ભારતે બીજા દિવસે 171 રનની લીડ લીધી

Spread the love

યશસ્વી જયસ્વાલ (209 રન) અને જસપ્રીત બુમરાહ (6 વિકેટ)ના પ્રદર્શનને કારણે ભારતે ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડ પર 171 રનની લીડ મેળવી લીધી છે. ટીમે બીજા દિવસે સ્ટમ્પ્સ સુધી બીજી ઇનિંગમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 28 રન બનાવી લીધા છે. કેપ્ટન રોહિત શર્મા 13 અને યશસ્વી જયસ્વાલ 15 રન બનાવીને અણનમ છે.

ભારતે 336/6ના સ્કોર સાથે પ્રથમ દાવની શરૂઆત કરી અને શનિવારે વિશાખાપટ્ટનમના ડો. વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં 396 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડને પ્રથમ દાવમાં 253 રનમાં પેવેલિયન મોકલી દીધું હતું. આ રીતે ભારતને પહેલી ઇનિંગ બાદ 143 રનની લીડ મળી હતી.

ભારત તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલે પહેલી ઇનિંગમાં 209 રન બનાવ્યા હતા જ્યારે જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી હતી.


Spread the love

Related posts

‘અજમેર-92’ ફિલ્મ રિલીઝ, કેવી રીતે બહાર આવ્યું બ્લેકમેલિંગ કૌભાંડ:પત્રકારે જણાવ્યું હતું કે ‘સમાચારથી કઇ ન થયું, જ્યારે છોકરીઓના ફોટા પ્રકાશિત થયા ત્યારે હોબાળો થયો’

Team News Updates

એક વર્ષ બાદ યુઝવેન્દ્ર ચહલની ODI ક્રિકેટમાં વાપસી થતાં 4 શબ્દોમાં આપી પ્રતિક્રિયા

Team News Updates

આઈસીસી રેન્કિંગ કેવી રીતે નક્કી થાય છે, તેના નિયમ શું છે

Team News Updates