News Updates
GUJARAT

ઉપલેટા નજીક મરચા ભરેલા ટ્રેકટરમાં લાગી આગ, આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની આંખમાં બળતરા

Spread the love

રાજકોટના ઉપલેટા નજીક મરચા ભરેલા ટ્રેકટરમાં અચાનક આગ લાગ લાગવાની ઘટના બની છે. કોલકી ગામના ખેડૂત મરચાને વેચવા જઈ રહ્યા હતા. તે સમયે આ દુર્ઘટના બની હતી. ખેતરમાંથી મરચા ભરી અને માર્કેટ યાર્ડમાં વેચવા જતા સમયે આ બનાવ બન્યો હતો.  જેમાં 4 લાખ રૂપિયાની કિંમતના મરચા બળીને રાખ થઈ ગયા છે.

રાજકોટમાં ફરી આગ લાગવાની ઘટના બની છે. રાજકોટના ઉપલેટા નજીક મરચા ભરેલા ટ્રેકટરમાં અચાનક આગ લાગ લાગવાની ઘટના બની છે. કોલકી ગામના ખેડૂત મરચાને વેચવા જઈ રહ્યા હતા. તે સમયે આ દુર્ઘટના બની હતી. ખેતરમાંથી મરચા ભરી અને માર્કેટ યાર્ડમાં વેચવા જતા સમયે આ બનાવ બન્યો હતો.  જેમાં 4 લાખ રૂપિયાની કિંમતના મરચા બળીને રાખ થઈ ગયા છે. મરચામાં આગ લાગવાના પગલે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની આંખમાં બળતરા થવા લાગી છે. ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે જાનહાનિ ટળી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

બીજી તરફ જામનગરમાં ફરી એકવાર  આગ લાગવાની ઘટના બની છે. જામનગરના કાલાવડ-રણુજા હાઈવે પર આવેલી સ્પિનિંગ મીલમાં આગ લાગી છે. કપાસના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા લાખોનું નુકસાન થયુ છે.


Spread the love

Related posts

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, ગુજરાતવાસીઓને ગરમીથી મળશે રાહત

Team News Updates

GUJARAT:ઓક્ટબરથી ચોમાસુ વિદાય લેશે;હજુ એક રાઉન્ડ આવી શકે છે ગુજરાતમાં વરસાદનો ,સપ્ટેમ્બરના છેલ્લા સપ્તામાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા

Team News Updates

આધારકાર્ડ પર નામ અને જન્મ તારીખ આટલી વાર જ કરી શકશો અપડેટ, UIDAI નક્કી કરી મર્યાદા

Team News Updates