News Updates
ENTERTAINMENT

કેવી રહી શાહિદ કપૂરની ફિલ્મ ‘તેરી બાતો મેં ઉલઝા જિયા’? પત્ની મીરા રાજપૂતે કર્યો ખુલાસો

Spread the love

ફિલ્મની સ્ટાર કાસ્ટના પરિવારે પણ આ ફિલ્મને બધાની સાથે જોઈ પણ શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ. મીરાએ ના માત્ર ફિલ્મ જોઈ પણ તેને આ ફિલ્મ કેવી લાગી તેને લઈને પોસ્ટ પણ શેયર કરી છે.

અમિત જોશી અને આરાધના શાહના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘તેરી બાતો મેં ઉલઝા જિયા’ આજે થિયેટરમાં રિલિઝ થઈ ગયુ છે. ફિલ્મમાં શાહિદ કપૂર અને કૃતિ સેનનની જોડી પડદા પર એક સાથે આવી છે. વ્યક્તિ અને રોબોટની વચ્ચેની આ લવ સ્ટોરી દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. થોડા દિવસ પહેલા જ આવેલા ફિલ્મના ટ્રેલરને સારો રિસ્પોન્સ મળ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે ફિલ્મને દર્શકોનો કેટલો પ્રેમ મળે છે.

તેની વચ્ચે ‘તેરી બાતો મેં ઉલઝા જિયા’ ની રિલિઝ પહેલા મેકર્સે ફિલ્મસ્ટાર્સ માટે ખાસ સ્ક્રીનિંગ હોસ્ટ કર્યુ હતું. જેમાં જેકી-રકુલથી લઈને ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. ફિલ્મની સ્ટાર કાસ્ટના પરિવારે પણ આ ફિલ્મને બધાની સાથે જોઈ પણ શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ. મીરાએ ના માત્ર ફિલ્મ જોઈ પણ તેને આ ફિલ્મ કેવી લાગી તેને લઈને પોસ્ટ પણ શેયર કરી છે.

મીરા રાજપૂત કપૂરે કરી પોસ્ટ

શાહિદ કપૂરની પત્ની મીરાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મમાંથી શાહિદ અને કૃતિનો ફોટો શેયર કરીને ખુબ જ પ્રેમ વરસાવ્યો છે. તેમને લખ્યું કે ‘હાસ્યથી ભરપૂર, વર્ષો બાદ આવુ એન્ટરટેઈનમેન્ટ, પ્રેમ, મસ્તી, ડાન્સિંગ અને છેલ્લે દિલને સ્પર્શી જાય તેવો મેસેજ’, કૃતિ સેનન તમે સાચા હતા, શાહિદ કપૂર ધ ઓઝી લવર-બોય તારા જેવુ કોઈ નથી. તમે મારૂ દિલ જીતી લીધુ, દિલથી બધાને હસાવ્યા.

શું છે કહાની?

શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ પોતાના અનોખા રોમાન્સથી દર્શકોને હેરાન કરી રહી છે. ફિલ્મ એક વ્યક્તિ અને રોબોટના સંબંધની આજુબાજુ ફરે છે. આ એક રોમેન્ટિક કોમેડી છે. ‘તેરી બાતો મેં ઉલઝા જિયા’ની રિલિઝ પહેલા એડવાન્સ બુકિંગના છેલ્લા દિવસમાં ટિકિટના વેચાણમાં વધારો જોવા મળ્યો. નેશનલ લેવલ પર ફિલ્મની 21000 ટિકિટોનું વેચાણ થયું. જેને જોઈને અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ પ્રથમ દિવસે સારો કારોબાર કરી શકે છે.


Spread the love

Related posts

સિઝનની પ્રથમ સેમિફાઈનલમાં ગાયત્રી-ત્રિસાની જોડી પહોંચી:  દક્ષિણ કોરિયાને હરાવ્યું સિંગાપોર ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર 6

Team News Updates

IPL 2024ની 10 ટીમના માલિકો ની જાણીએ સંપતિ, તેમાં સૌથી અમીર  કોણ

Team News Updates

42 વર્ષ જૂનો રેકોર્ડ:ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી જ મેચમાં 

Team News Updates