News Updates
ENTERTAINMENT

ટીમ ઈન્ડિયાની 3 પેઢીનો ‘દુશ્મન’, રાજકોટ ટેસ્ટમાં રચશે ઈતિહાસ!

Spread the love

ઈંગ્લેન્ડ પાસે એવો ખેલાડી છે જે રાજકોટમાં રમાનારી શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ઈતિહાસ રચી શકે છે. તે ટીમ ઈન્ડિયાની એક નહીં પરંતુ ત્રણ પેઢીનો મોટો શિકારી રહ્યો છે. અહીં 3 પેઢી એટલે 3 મોટા બેટ્સમેન અને મોટો શિકારી એટલે સૌથી વધુ વિકેટ લેવી. આ ખેલાડી ટેસ્ટ ઈતિહાસનો સૌથી સફળ બોલર છે અને દિગ્ગજોને આસાનીથી આઉટ કરવા માટે પ્રખ્યાત છે.

હૈદરાબાદની જીત બાદ વિશાખાપટ્ટનમમાં જે રીતે ઈંગ્લેન્ડની હાર થઈ તે બાદ હવે ઈંગ્લેન્ડ તેના સૌથી અનુભવી ખેલાડીને સહારે રાજકોટમાં વળતો હુમલો કરવા તૈયાર છે. આ ખેલાડી ભારતની ત્રણ પેઢીનો દુશ્મન છે. અમે વાત કરી રહ્યા છીએ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની. ઈંગ્લેન્ડનો આ મહાન બોલર રાજકોટમાં ઈતિહાસ રચવા જઈ રહ્યો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં શરૂ થઈ રહી છે. આ ટેસ્ટમાં કોનો આગળ રહેશે તે મેચ સાથે જ ખબર પડશે. પરંતુ, જો એન્ડરસન તેના પ્રદર્શનમાં થોડી વધુ ધાર ઉમેરે છે, તો ચોક્કસપણે ઈતિહાસ રચશે. જેમ્સ એન્ડરસન આ કેવી રીતે કરશે તે કહેતા પહેલા, ચાલો જાણીએ કે ટીમ ઈન્ડિયાની ત્રણ પેઢીઓ સાથે તેની દુશ્મનીનું કનેક્શન.

ટીમ ઈન્ડિયાની ત્રણ પેઢીઓથી મતલબ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને શુભમન ગિલ છે. જેમ્સ એન્ડરસન આ ત્રણ ભારતીય બેટ્સમેનોનો સૌથી મોટો દુશ્મન છે. 40 વર્ષનો આંકડો પાર કરી ચૂકેલ એન્ડરસન જ્યારે સચિન તેંડુલકરની સામે બોલિંગ કરતો ત્યારે જેવો ઉત્સાહ અને જોશ હતો તેટલો જ જોશ આજે પણ શુભમન ગિલના જમાનામાં પણ તેનામાં છે.

એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સચિન, વિરાટ અને ગિલનો સૌથી મોટો શિકારી છે. મતલબ કે તેણે આ ત્રણ ભારતીય બેટ્સમેનોને સૌથી વધુ વખત આઉટ કર્યા છે. તેણે સચિન તેંડુલકરને સૌથી વધુ 9 વખત, વિરાટ કોહલીને 7 વખત અને શુભમન ગિલને 5 વખત આઉટ કર્યા છે.

એન્ડરસન રાજકોટમાં ઈતિહાસ રચી શકે છે. એન્ડરસને 184 ટેસ્ટમાં 695 વિકેટ ઝડપી છે. મતલબ કે વધુ 5 વિકેટ લેતાની સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ પૂરી કરી લેશે અને તે આવું કરનાર પ્રથમ ઝડપી બોલર બની જશે. એન્ડરસન ભારત સામેની વર્તમાન શ્રેણીમાં અત્યાર સુધી માત્ર 1 ટેસ્ટ રમ્યો છે, જેમાં તેણે 5 વિકેટ ઝડપી છે.


Spread the love

Related posts

દુલીપ ટ્રોફી ક્વાર્ટર ફાઈનલ:નોર્થ ઝોને 540 રન બનાવ્યા, 3 ખેલાડીઓએ સદી ફટકારી; સેન્ટ્રલ ઝોનની 124 રનની લીડ

Team News Updates

અમિતાભ બચ્ચને વર્ષો જૂની તસવીર શેર કરી:બિગ-બીના ખોળામાં જોવા મળ્યા શ્વેતા બચ્ચન-ટ્વીંકલ ખન્ના, પોસ્ટ શેર કરી આપી ઓળખાણ

Team News Updates

વોટ્સએપમાં થવા જઈ રહ્યો છે આ અદ્ભુત બદલાવ, જલદી જ આવશે નવા ફિચર

Team News Updates