News Updates
GUJARAT

રાજકોટ અને પ્રાંતિજની મસાલા ફેક્ટરીઓને લાખોનો દંડ, ફૂડ સેમ્પલ ફેઇલ થતા કાર્યવાહી

Spread the love

બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલ ફેઇલ નો રિપોર્ટ સામે આવતા દંડની કાર્યવાહી કરવામાં આવી છે. 14 જેટલા સેમ્પલ ફેઇલ હોવાનો રિપોર્ટ આવવાને પગલે બનાસકાંઠા જિલ્લા અધિક ક્લેક્ટર દ્વારા લાખો રુપિયાનો દંડ વેપારી, સપ્લાયર અને ઉત્પાદકને ફટકારવામાં આવ્યો છે.

ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ સ્થળોએથી ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ખાદ્ય ચિજોમાં ભેળસેળ છે કે કેમ એ ચકાસવા માટે ફૂડ સેમ્પલના પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક સેમ્પલના રિપોર્ટ ફેઇલ આવતા જ આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભેળસેળને લઇ ઉત્પાદકો અને સપ્લાયરથી લઈને વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા સહિત રાજ્યમાં અનેક સ્થળો પર ખાદ્ય ચિજોમાં ભેળસેળ સામે આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ માટે ફૂડ સેફ્ટી માટે હરતી ફરતી લેબ વાન પણ તૈયાર કરવામાં આવી છે. જેના થકી પણ અખાદ્ય ચિજો અને ભેળસેળના પરીક્ષણ કરવામાં આવ્યા છે.

સેમ્પલ ફેઇલ થતા કાર્યવાહી

જિલ્લામાં અલગ અલગ સ્થળોએ થી લીલા મરચાંનો સોસ, બ્લેક સોલ્ટ પાવડર, તેલ, લુઝ પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 14 જેટલા સેમ્પલનો રિપોર્ટ ફેઇલ જણાયો હતો. સેમ્પલ લેવામાં આવેલ ખાદ્ય ચિજોમાં ભેળસેળ હોવા કે ગુણવત્તાયુક્ત નહીં હોવા અંગેના સામે આવેલ રિપોર્ટ આધારે બનાસકાંઠા જિલ્લા અધિક ક્લેકટર દ્વારા દંડ ફટારવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

ફૂડ વિભાગે આ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાં 14 સેમ્પલ ફેઇલ થનારા ઉત્પાદક, સપ્લાયર અને વેપારીની સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે કેસ ચાલી જતા તેમની સામે લાખો રુપિયાના દંડ ફટારવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

ઉત્પાદક, સપ્લાયર અને વેપારીને કેટલો દંડ?

  1. સેમ્પલઃ બ્લેક સોલ્ટ પાવડર ઉત્પાદકઃ સત્યમ બ્યુટી ફૂડ, ગણપતભાઇ ડાહ્યાભાઈ પટેલ, પ્રાંતિજ, દંડઃ 5 લાખ સપ્લાયરઃ જયંતિ લવેરામ જોશી, દંડઃ 3 લાખ વેપારીઃ માધવ મોલ, ભીલડી, દંડઃ 3 લાખ
  2. સેમ્પલઃ લુઝ પામોલિન તેલ ઉત્પાદકઃ નિલેશકુમાર મનહરલાલ પંચીવાલા, ડીસા, દંડઃ 5 લાખ વિતરકઃ પ્રવિણચંદ્ર મફતલાલ શાહ, ડીસા, દંડઃ 3 લાખ વેપારીઃ જેઠા ગણેશભાઈ પ્રજાપતિ, વાવ, દંડઃ 2 લાખ
  3. સેમ્પલઃ રસ મલાઇ ગોલ્ડ પ્રીમિયમ ઉત્પાદકઃ વૈશાલી ભગવાનદાસ ઠક્કર, ચાણોદ, અમદાવાદ, દંડઃ 5 લાખ વેપારીઃ ફેર સુપર માર્કેટ, દાંતા, માલિક પરસાણી યાસીન યુસુબભાઈ, દંડઃ 3 લાખ
  4. સેમ્પલઃ ગોળ ઉત્પાદકઃ ગૌતમ હસમુખલાલ શાહ, કોલ્હાપુર, દંડઃ 5 લાખ માર્કેટિંગઃ કીર્તિકુમાર અમૃતલાલ શાહ, નવા માધુપુરા, અમદાવાદ, દંડઃ 4 લાખ સપ્લાયરઃ ગુરુદેવ ટ્રેડિંગ, ચંદ્રકાંત કનૈયાલાલ શાહ, જૂનાગંજ, પાલનપુર, દંડઃ 3 લાખ વેપારીઃ જશ્મીનકુમાર પ્રવિણચંદ્ર મોદી, અંબાજી, દંડઃ 1 લાખ
  5. સેમ્પલઃ હાથી બ્લેક સોલ્ટ પાવડર વિતરકઃ જીતેન્દ્ર હેમરાજ પંડિત, સિદ્ધપુર, દંડઃ 50,000 ઉત્પાદકઃ ગાંધી સપ્લાયર પ્રા.લી., રાજકોટ, દંડઃ 5 લાખ વેપારીઃ ન્યુ રાજ પ્રોવિઝન સ્ટોર, છાપી, દંડઃ 25,000
  6. સેમ્પલઃ લીલા મરચાંનો સોસ માર્કેટિંગઃ એમ્યુનીટી ટ્રે઼ડર્સ, સિદ્ધપુર, દંડઃ 4 લાખ ઉત્પાદકઃ એસ. એલ.એમ ફૂડ GIDC, કલોલ, દંડઃ 5 લાખ વેપારીઃ દેશી તડકા હોટલ, ટોટાણા રોડ, થરા, દંડઃ 2 લાખ
  7. સેમ્પલઃ મકાઇ ઉત્પાદકઃ મીના કિર્તીભાઈ પટેલ, ખંભાત, દંડઃ ત્રણ લાખ રુપિયા, વેપારીઃ અરવિંદ ભેમાભાઈ ચૌધરી, થરા, દંડઃ 25,000
  8. સેમ્પલઃ મરચા પાવડર, તેજસભાઈ પરેશભાઈ ચોખાવાલા, ડીસા, દંડઃ 5 લાખ
  9. સેમ્પલઃ લુઝ પનીર, ગજરાજ ડેરી, અંબિકાચોક, ડીસા, દંડઃ 2 લાખ
  10. સેમ્પલઃ કેરી રસ, દેવકરણ અંબાભાઇ ચૌધરી, ધાનેરા, દંડઃ 2 લાખ
  11. સેમ્પલઃ પેકિંગ સિંગ, જીતેન્દ્ર લાલજીભાઈ જાયા, ધનલક્ષ્મી સંઘ ગૃહ ઉદ્યોગ, દંડઃ 1 લાખ
  12. સેમ્પલઃ લુઝ ધી, નાનજી અચળાજી રબારી, દાંતીવાડા કોલોની, દંડઃ 1 લાખ
  13. સેમ્પલઃ ક્રિષ્ણા સ્વીટ એન્ડ નમકીન, ભાભર, દંડઃ 1 લાખ
  14. સેમ્પલઃ તેલ, ઈમ્તિયાઝ યાસીનભાઈ બાદરપુરીયા, વડગામ, દંડઃ 1 લાખ

Spread the love

Related posts

યુનિવર્સિટી કક્ષાએ યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થતા કાલોલ કોલેજનું ગૌરવ

Team News Updates

મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે હિમવર્ષા-વરસાદની સર્જાશે સ્થિતિ, જાણો ગુજરાત સહીતના આ રાજ્યોમાં કેવુ રહેશે હવામાન

Team News Updates

‘વિશ્વ આદિવાસી દિવસ’નિમિત્તે ઝાલોદના કદવાલ માં સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશાળ રેલી યોજાઇ.

Team News Updates