News Updates
ENTERTAINMENT

પાકિસ્તાને શ્રીલંકાને ઇનિંગ્સ અને 222 રનથી હરાવ્યું:શ્રેણી પર 2-0થી કબજો; નોમાને બીજી ઇનિંગમાં 7 વિકેટ ઝડપી

Spread the love

બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને એક ઇનિંગ્સ અને 222 રને હરાવ્યું હતું. આ સાથે પાકિસ્તાને શ્રેણી પણ 2-0થી જીતી લીધી હતી. પાકિસ્તાન તરફથી નોમાન અલીએ 7 વિકેટ ઝડપી હતી. આ સાથે જ બેટર અબ્દુલ્લા શફીકે બેવડી સદી ફટકારી હતી.

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કોલંબોમાં રમાઈ હતી. શ્રીલંકાએ પ્રથમ દાવમાં 166 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને પાંચ વિકેટના નુકસાને 576 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.

મેચના ચોથા દિવસે પાકિસ્તાને 563/5ના સ્કોરથી શરૂઆત કરી અને 576 રનના સ્કોર પર પોતાનો દાવ ડિકલેર કર્યો. જવાબમાં શ્રીલંકાની ટીમ 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે પાકિસ્તાને એક ઇનિંગ અને 222 રને મેચ જીતી લીધી હતી. પાકિસ્તાને પ્રથમ ટેસ્ટ 4 વિકેટે જીતી હતી.

નોમાન અલી સિવાય નસીમ શાહે ત્રણ વિકેટ ઝડપી
શ્રીલંકા તરફથી બીજી ઇનિંગમાં એન્જેલો મેથ્યુસે અણનમ 63 રન બનાવ્યા હતા. મેથ્યુસે સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય કેપ્ટન દિમુથ કરુણારત્નેએ 41 રનનું યોગદાન આપ્યું હતું. નિશાન મદુષ્કા 33, રમેશ મેન્ડિસ 16 અને કુસલ મેન્ડિસે 14 રન બનાવ્યા હતા. મેચની બીજી ઇનિંગમાં પાકિસ્તાન તરફથી નોમાન અલીએ સાત અને નસીમ શાહે ત્રણ વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાન માટે બેવડી સદી ફટકારનાર શફીકને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તે જ સમયે, ટીમના ઓલરાઉન્ડર આગા સલમાન (221 રન, 3 વિકેટ)ને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.


Spread the love

Related posts

ઇટાલીએ 47 વર્ષ બાદ ડેવિસ કપ જીત્યો:ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવ્યું; ભારત ત્રણ વખત રનર્સઅપ રહ્યું છે

Team News Updates

ડિશ ટીવીએ ‘ઑન યૉર કસ્ટમર’ પહેલ કરી શરૂ, સ્થાનિક કેબલ ઓપરેટરો સાથે કરી મહત્વની સહભાગીદારી 

Team News Updates

ફુકરે 3એ ગાંધી જયંતિ પર ધૂમ મચાવી, 5 દિવસમાં અડધી સદી ફટકારી

Team News Updates