News Updates
ENTERTAINMENT

T20 વર્લ્ડ કપ 2024… પાપુઆ ન્યુ ગિની ક્વોલિફાય:15 ટીમ કન્ફર્મ, 5 બર્થ ખાલી; પ્રથમ વખત 20 ટીમ ભાગ લેશે

Spread the love

પાપુઆ ન્યુ ગિની (PNG) 2024 T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયું છે. PNGએ શુક્રવારે પૂર્વ એશિયા-પેસિફિક ક્વોલિફાયરમાં ફિલિપાઈન્સને 100 રનથી હરાવ્યું હતું.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 2024 T20 વર્લ્ડ કપ આવતા વર્ષે વેસ્ટઇન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આ T20 વર્લ્ડ કપની 9મી આવૃત્તિ હશે. આવતા વર્ષે રમાનાર T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમ ભાગ લેશે. આ ટુર્નામેન્ટ માટે અત્યાર સુધીમાં કુલ 15 ટીમ ક્વોલિફાય થઈ છે. હવે માત્ર પાંચ ટીમ માટે જગ્યા છે.

બાકીની પાંચ ટીમ અમેરિકા ક્વોલિફાયર, એશિયા ક્વોલિફાયર અને આફ્રિકા ક્વોલિફાયરથી કરાશે. અમેરિકાની એક ટીમ, એશિયા અને આફ્રિકાની બે-બે ટીમને 2024 T20 વર્લ્ડમાં રમવાની તક મળશે.

પાપુઆ ન્યુ ગિનીએ ફિલિપાઈન્સને 100 રનથી હરાવ્યું
ફિલિપાઈન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા PNGએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા. PNG માટે ટોની ઉરાએ સૌથી વધુ 57 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ફિલિપાઈન્સ છ વિકેટે 129 રન જ બનાવી શકી હતી. PNG પૂર્વ એશિયા-પેસિફિક ક્વોલિફાયરના પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

15 ટીમ ક્વોલિફાય થઈ
યજમાન વેસ્ટઈન્ડિઝ અને USA ઉપરાંત, ભારત, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, નેધરલેન્ડ્સ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને પપુઆ ન્યુ ગીનીએ 2024 Tટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે.

20 ટીમ પ્રથમ વખત ભાગ લેશે
T20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત 20 ટીમ ભાગ લેશે. અગાઉ, 2007થી 2012 દરમિયાન રમાયેલા ચાર વર્લ્ડ કપમાં 12 ટીમે અને 2014થી 2022 દરમિયાન રમાયેલા ચાર વર્લ્ડ કપમાં 16 ટીમે ભાગ લીધો હતો.

આ 20 ટીમને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે. 5-5 ટીમ ધરાવતા ચાર ગ્રુપમાંથી ટોપ-2 આઠ ટીમ આગળના રાઉન્ડમાં પહોંચશે. આ ગ્રુપમાં ટોપ-2 ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. ત્યારબાદ ફાઈનલ રમાશે.


Spread the love

Related posts

IPL 2023: નંબર-1 ગુજરાત ટાઈટન્સની હાર છતાં પ્લેઓફની રેસ વધારે રોમાંચક બની રહી છે, આ 5 ટીમો વચ્ચે બનશે જબરદસ્ત ટક્કર, જાણો

Team News Updates

IPL 2025 પહેલા મોટું અપડેટ રોહિત બાદ હવે આ ચેમ્પિયન કેપ્ટન પણ ગુમાવશે કપ્તાની!

Team News Updates

શુભમન ગિલ પણ અમેરિકાથી સીધો હરારે પહોંચ્યો, ટીમ ઈન્ડિયાની ઝિમ્બાબ્વેમાં એન્ટ્રી

Team News Updates