News Updates
ENTERTAINMENT

અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ખેલાડીના 2 શબ્દોએ ચાહકોના દિલ જીતી લીધા

Spread the love

સાઉથ આફ્રિકાના બેનોનીમાં રવિવારે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 254 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 174માં સમેટાય ગઈ હતી. ત્યારે ભારતીય ખેલાડીનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

અંડર-19 વર્લ્ડકપ ફાઈનલમાં ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સામે હાર થઈ છે. ત્યારે આ વર્ષે ભારતનું આઈસીસી ટ્રોફી જીતવાનું વધુ એક સપનું પણ તૂટી ગયું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ 2012, વનડે વર્લ્ડ કપ ફાઈનલ 2023 અને હવે અંડર 19 વર્લ્ડકપ પણ સામેલ છે,ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમને 254 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 174 રનમાં સમેટાય ગઈ હતી.

નમનની આ વાતે ચાહકોનું દિલ જીતી લીધું

મેચમાં મુરુગન અભિષેક 46 બોલમાં 42 રનની ઈનિગ્સ રમી રહ્યો હતો. ત્યારે નમન તિવારી તેની સાથે ક્રિઝ પર હતો અને સ્ટંપના માઈકમાં નમનનો અવાજ આવી રહ્યો હતો. તે મુરુગનને કહી રહ્યો હતો કે, યાદ રખ, હારેગે પર શીખકે જાયેગે, નમનની આ વાતે ચાહકોનું દિલ જીતી લીધું છે અને સોશિયલ મીડિયા પર તેના વખાણ થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે, ભારતીય ખેલાડીએ શાનદાર વાત કરી છે.

ભારતીય ઈનિગ્સ 43.5 ઓવરમાં 174 રન

જો આપણે મેચની વાત કરીએ તો મેચનો ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 253 રન બનાવ્યા હતા. હરજસ સિંહે 55 રન, કેપ્ટન હ્યુ વેબગેને 48 રન, ઓલિવર પીકે 46 પર અણનમ અને હૈરી ડિક્સને 42 રનની ઈનિગ્લ રમી હતી. જેના જવાબમાં ભારતીય ઈનિગ્સ 43.5 ઓવરમાં 174 રન હતી,

રાજ લિંબાણીની શાનદાર બોલિંગ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન ઉદય સહારને આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 7 ઇનિંગ્સમાં 397 રન બનાવ્યા હતા.અંડર -19 વર્લ્ડકપ ફાઈનલમાં ભારત માટે રાજ લિંબાણીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર બોલિંગ કરી હતી. તેમણે સાઉથ આફ્રિકાના બેનોનીમાં 10 ઓવરમાં 38 રન આપી 3 વિકેટ લીધી હતી.

શનિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને મોટા અંતરથી હરાવ્યું અને ઉદય સહારાની કેપ્ટનશીપમાં શાનદાર રમત રમી રહેલી ટીમ ઈન્ડિયાનું સપનું ચકનાચૂર થઈ ગયું પરંતુ આ એક ખેલાડીના શબ્દો ચાહકોના દિલ જીતી રહ્યા છે.


Spread the love

Related posts

લક્ષ્મણ આયર્લેન્ડ પ્રવાસ પર નહીં જાય:પ્રથમ મેચ 18 ઓગસ્ટથી રમાશે; બુમરાહ ટીમનું સુકાન સંભાળશે

Team News Updates

બોક્સ ઓફિસ પર ‘લિયો’ની શાનદાર કમાણી:ડોમેસ્ટિક કલેક્શનમાં રજનીકાંતની ‘જેલર’ને પણ પાછળ છોડી, વર્લ્ડવાઇડ કમાણી 564.5 કરોડ રૂપિયા

Team News Updates

IPL 2023: નંબર-1 ગુજરાત ટાઈટન્સની હાર છતાં પ્લેઓફની રેસ વધારે રોમાંચક બની રહી છે, આ 5 ટીમો વચ્ચે બનશે જબરદસ્ત ટક્કર, જાણો

Team News Updates