News Updates
RAJKOT

રાજકોટના સ્ટેડિયમનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રખાશે:મારા પિતાએ પરિવાર કરતાં પણ ક્રિકેટને મહત્વ આપ્યું, તેમના મગજમાં 24 કલાક ક્રિકેટ જ ક્રિકેટ રહેતું: જયદેવ શાહ

Spread the love

સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્મિત આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના રાજકોટના ક્રિકેટ સ્‍ટેડિયમનું સંસ્‍થાના માનદ મંત્રી તરીકે વર્ષો સુધી અવિરત સેવા પ્રદાન કરનાર નિરંજન શાહનું નામ આપવામાં આવ્યું છે. જેનો વિધિવત નામકરણ સમારોહ આજે જય શાહની ઉપસ્થિતિમાં યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013માં રાજકોટમાં ક્રિકેટ સ્‍ટેડિયમનું ઉદ્‌ઘાટન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

રાજકોટના ક્રિકેટ સ્‍ટેડિયમનું નામકરણ કરાશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહએ જણાવ્યું હતું કે, રાજકોટ જામનગર રોડ પર ખંઢેરી સ્થિત સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશનના આ સ્‍ટેડિયમનું નામકરણ આજે BCCIના મંત્રી જય શાહના હસ્તે કરવામાં આવશે. મારા પિતા નિરંજન શાહના નામી અનામી પરિચિતોને આ અંગે આમંત્રણ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની રણજી ટીમ દ્વારા પણ સારું પર્ફોમન્સ આપવામાં આવી રહ્યું છે તેની પાછળનું કારણ એ છે કે, રાજકોટમાં વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમમાં આ સુવિધા આપવામાં આવી રહી છે. આખી ટીમને સાથે રાખી સેલિબ્રેશન પણ કરવામાં આવશે.

પરિવાર કરતા વધુ મહત્વ ક્રિકેટને આપ્યું
વધુમાં તેમને જણાવ્યું હતું કે, મારા પિતાએ પરિવાર કરતા પણ વધુ મહત્વ ક્રિકેટને આપ્યું છે. તેમના માટે 24 કલાક ક્રિકેટ જ ક્રિકેટ મગજમાં રહેતું હતું. ક્રિકેટરથી શરૂઆત કરી એડમિનિસ્‍ટ્રેટર તરીકે પણ સારી જવાબદારી નિભાવી હતી. BCCIના સેક્રેટરી તરીકે તેઓ ચાર વર્ષ જવાબદારી નિભાવી હતી. તેઓ જોઈન્ટ સેક્રેટરી પણ રહી ચુક્યા છે અને IPLના પણ વાઇસ ચેરમેન રહી ચુક્યા છે. આજે સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશનનું નામ માત્ર સૌરાષ્‍ટ્રમાં જ નહિ પણ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે સન્‍માનપૂર્વક લેવાઇ રહ્યું છે જેનો શ્રેય પણ નિરંજન શાહને આપવામાં આવી રહ્યો છે.

29.48 એકરમાં સ્ટેડિયમનું નિર્માણ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું લોકાર્પણ વર્ષ 2013માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 72 કરોડના ખર્ચે 29.48 એકર જગ્યામાં સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં 25,000 સીટિંગ કેપેસિટી છે. સાઉથ, વેસ્ટ અને ઇસ્ટ એમ ત્રણ સ્ટેન્ડમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેટ હોસ્પિટાલિટી, પ્રેસિડેન્ટ બોક્સ અને સેક્રેટરી બોક્સનો પણ સમાવેશ થાય છે.

મીડિયા બોક્સ લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમની આબેહૂબ કોપી
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ખાતે બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં મીડિયા બોક્સને લંડનના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમની આબેહૂબ કોપી બનાવવામાં આવી છે. મેચ દરમિયાન મીડિયા તેમજ કોમેન્ટ્રેટર પણ આ અંડકાર પેવેલિયન બોક્સમાં બેસતા હોય છે. સંપૂર્ણ સ્ટેડિયમ રૂફથી કવર કરવામાં આવે છે.


Spread the love

Related posts

Rajkot:બ્લડની અછત રાજકોટ સિવિલમાં:45 બોટલ જ બ્લડ મળે છે દરરોજ 80 બોટલની જરુરિયાત સામે,ખાધ પૂરી કરવા તબીબો અને સ્ટુડન્ટ્સ રક્તદાન માટે આગળ આવ્યા

Team News Updates

RAJKOT:દાતરડું કાઢી ગાળો બોલી પોતાનું જ એક્ટિવા સળગાવ્યું, એક્ટિવા અથડાવતા સામેવાળી યુવતીએ નુકસાનીના પૈસા માગ્યા

Team News Updates

10 ફૂટ ઊંચો ઊછળી 20 ફૂટ દૂર ફેંકાયો:રાજકોટમાં રોંગ સાઈડમાં આવતા બાઈકચાલકને ફૂટબોલની જેમ સ્કોર્પિયોએ ઉડાડ્યો; ઘટનાસ્થળે જ મોત, શ્વાસ થંભાવી દેતા CCTV

Team News Updates