News Updates
ENTERTAINMENT

ઈંગ્લેન્ડના કેપ્ટનને રાજકોટની હાર પચી નહીં મેચ પૂરી થયા બાદ, સીધો મેચ રેફરીને મળ્યો

Spread the love

બેન સ્ટોક્સે કહ્યું મારું કહેવું એટલું જ છે કે, અમ્પાયર્સ કોલને દુર કરવો જોઈએ કારણ કે, જો બોલ સ્ટમ્પમાં લાગી છે તો લાગી છે અને નથી લાગી તો નથી લાગી. જો ટેસ્ટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ભારતે ઈંગ્લેન્ડને 434 રનથી હાર આપી છે.

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ડીઆરએસથી અમ્પાયરના કોલને દુર કરવાની માંગ કરી છે. ઈંગ્લેન્ડ ટીમે એક નિર્ણય પર સવાલ ઉભો કર્યો છે. હાર બાદ બેન સ્ટોક્સે કોચ બ્રેડન મેક્કુલમની સાથે મેચ રેફરી સાથે મુલાકાત કરી હતી. હવે જોવાનું રહેશે કે સીરિઝમાં આગળ શું થાય છે.

બેન સ્ટોક્સે અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવ્યા

ભારતના હાથે 434 રનથી મળેલી મોટી હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ તણાવમાં છે. બેઝબોલ પર સવાલો ઉઠી રહ્યા છે અને ઈંગ્લિશ મીડિયા પણ બેન સ્ટોક્સની કેપ્ટનશીપ પર નિશાન સાધી રહ્યું છે, ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવ્યા છે. આટલેથી અટક્યો નહિ તેમણે મેચ બાદ રેફરી સાથે મુલાકાત કરી હતી. ઈંગ્લેન્ડે જેક ક્રોલીને આઉટ આપવા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે, કારણ કે તેણે રિવ્યુ લીધો હતો અને બાદમાં અમ્પાયરના કોલને કારણે ક્રોલીને આઉટ આપવામાં આવ્યો હતો.

તો ચાલો આજે જાણીએ કે, અમ્પાયર્સ કોલ શું છે. આ નિયમને દુર કરવાનું ઈંગ્લેન્ડના કેપ્ટન કેમ વિચારી રહ્યો છે. આ તમામ સવાલોના જવાબ જાણતા પહેલા આપણે એ પણ જાણીએ કે, આ અમ્પાયર્સ કોલ છે શું.

શું છે અમ્પાયરસ કોલ ?

અમ્પાયર્સ કોલ ક્રિકેટમાં ડીઆરએસ (Decision Review System)નો એક ભાગ છે. જ્યારે કોઈ બેટ્સમેન ફીલ્ડ અમ્પાયરના નિર્ણયથી ખુશ ન હોય તો તેના વિરુદ્ધ રિવ્યુ લેવામાં આવે છે એટલે કે, થર્ડ અમ્પાયરની પાસે જાય છે. ત્યારે એલબીડબલ્યુના સંદર્ભમાં ટીવી અમ્પાયર રીપ્લે અને બોલ ટ્રૈકિંગ દ્વારા ફાઈનલ નિર્ણય સુધી પહોંચે છે.

ભારતની ટેસ્ટ ફોર્મેટમાં રનના હિસાબથી મોટી જીત છે. ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી. જ્યારે રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. રવિન્દ્ર જાડેજાએ બીજી ઈનિગ્સમાં 5 વિકેટ લીધી જેમને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ESPNcricinfo એવોર્ડ્સ 2023 મેન્સ ટેસ્ટ બોલિંગ નોમિનીઝમાં જામનગરના ખેલાડીનું નામ સામેલ


Spread the love

Related posts

‘સત્યપ્રેમ કી કથા’ના નિર્માતાઓ ગીત ‘પસૂરી’ની રિમેક બનાવશે:પાકિસ્તાની યુઝર્સે ઠપકો આપ્યો, કહ્યું, ‘આ ગીત બગાડશો નહીં’

Team News Updates

T20 World Cup 2024:આંસુ નહોતા રોકાતા,  ભારત સામે હાર બાદ પાકિસ્તાની ખેલાડીની આંખમાંથી

Team News Updates

‘પોન્નિયન સેલ્વન 2’ વિશ્વભરમાં 200 કરોડની કમાણી કરી:ઐશ્વર્યા રાયે આ ફિલ્મમાં માતા મંદાકિની દેવી અને પુત્રી નંદિનીની ભૂમિકા ભજવી છે.

Team News Updates