News Updates
BUSINESS

Vivo V30 સ્માર્ટફોન સિરીઝ 7 માર્ચે લોન્ચ થશે:ફોનમાં 5000mAh બેટરી અને 50MP ટ્રિપલ કેમેરા હશે; અંદાજિત કિંમત રૂ. 33,990

Spread the love

ચીની ટેક કંપની Vivo ભારતમાં Vivo V30 સ્માર્ટફોન સિરીઝ 7 માર્ચે લોન્ચ કરશે. આ સિરીઝમાં બે સ્માર્ટફોન Vivo V30 અને Vivo V30 Pro લોન્ચ કરવામાં આવશે. વીવોએ તેની વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર લોન્ચ વિશે માહિતી આપી છે.

સ્માર્ટફોનમાં 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે 5000mAh બેટરી હશે. Vivo V30 અને Vivo V30 Pro ભારતીય બજારમાં ત્રણ રંગ વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવશે: આંદામાન બ્લૂ, ક્લાસિક બ્લેક અને પીકોક ગ્રીન. અહીં તેની શરૂઆતી કિંમત 33,990 રૂપિયા હોઈ શકે છે.

Vivo V30 સિરીઝના સ્માર્ટફોન: અંદાજિત સ્પેસિફિકેશન

  • ડિસ્પ્લે: Vivo V30 સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 3D એમોલેડડિસ્પ્લે છે. ડિસ્પ્લે સાઈઝ 6.78 ઈંચ હોઈ શકે છે.
  • કેમેરાઃ સ્માર્ટફોનની પાછળની પેનલ પર 50MP+50MP+2MPનું ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50MP ફ્રન્ટ કેમેરા હશે.
  • બેટરી અને ચાર્જિંગ: Vivo V30 સિરીઝના સ્માર્ટફોનમાં 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી હશે.
  • પ્રોસેસરઃ કંપનીએ હજુ સુધી આ સ્માર્ટફોનના પ્રોસેસર વિશે માહિતી આપી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમાં Qualcomm Snapdragon 7 Gen3 પ્રોસેસર મળી શકે છે.
  • રેમ અને સ્ટોરેજઃ સ્માર્ટફોનમાં 8GB રેમ સાથે 128GB સ્ટોરેજ મળી શકે છે. જો કે, Vivo V30 અને Vivo V30 Proની રેમ અને સ્ટોરેજમાં તફાવત હોઈ શકે છે.
  • અન્ય સુવિધાઓ: ફોનમાં સ્માર્ટ કલર ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ, ડિસ્ટન્સ સેન્સિટિવ લાઇટિંગ, સ્ટુડિયો ક્વોલિટી ઓરા લાઇટ અને ZEISS પ્રોફેશનલ પોટ્રેટ કેમેરા હશે.

Vivo V30 સિરીઝ સ્માર્ટફોન: અંદાજિત સ્પેસિફિકેશન

વેરિયન્ટ6.78 ઇંચ
બેક કેમેરો50MP+50MP+2MP
ફ્રન્ટ કેમેરા50MP
પ્રોસેસરQualcomm Snapdragon 7 Gen3
રેમ અને સ્ટોરેજ8GB+128GB
બેટરી અને ચાર્જિંગ5000mAh; 80W

Spread the love

Related posts

આ 5 મિશન પર ટકેલી છે ભારતની 44 અબજ ડોલરની સ્પેસ ઈકોનોમી

Team News Updates

12000 કરોડમાં થઈ શકે છે ડીલ,ડાબર ખરીદશે કોકા-કોલામાં હિસ્સેદારી

Team News Updates

GPAI સમિટની શરૂઆત:મોદીએ કહ્યું, ‘આતંકવાદીઓના હાથમાં AI ટૂલ્સ આવવાનો મોટો ખતરો છે, આ ટૂલ્સ 21મી સદીમાં વિકાસ અને વિનાશ બંનેનું સાધન બની શકે છે’

Team News Updates