ચીની ટેક કંપની Vivo ભારતમાં Vivo V30 સ્માર્ટફોન સિરીઝ 7 માર્ચે લોન્ચ કરશે. આ સિરીઝમાં બે સ્માર્ટફોન Vivo V30 અને Vivo V30 Pro લોન્ચ કરવામાં આવશે. વીવોએ તેની વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર લોન્ચ વિશે માહિતી આપી છે.
સ્માર્ટફોનમાં 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે 5000mAh બેટરી હશે. Vivo V30 અને Vivo V30 Pro ભારતીય બજારમાં ત્રણ રંગ વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવશે: આંદામાન બ્લૂ, ક્લાસિક બ્લેક અને પીકોક ગ્રીન. અહીં તેની શરૂઆતી કિંમત 33,990 રૂપિયા હોઈ શકે છે.
Vivo V30 સિરીઝના સ્માર્ટફોન: અંદાજિત સ્પેસિફિકેશન
- ડિસ્પ્લે: Vivo V30 સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 3D એમોલેડડિસ્પ્લે છે. ડિસ્પ્લે સાઈઝ 6.78 ઈંચ હોઈ શકે છે.
- કેમેરાઃ સ્માર્ટફોનની પાછળની પેનલ પર 50MP+50MP+2MPનું ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50MP ફ્રન્ટ કેમેરા હશે.
- બેટરી અને ચાર્જિંગ: Vivo V30 સિરીઝના સ્માર્ટફોનમાં 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી હશે.
- પ્રોસેસરઃ કંપનીએ હજુ સુધી આ સ્માર્ટફોનના પ્રોસેસર વિશે માહિતી આપી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમાં Qualcomm Snapdragon 7 Gen3 પ્રોસેસર મળી શકે છે.
- રેમ અને સ્ટોરેજઃ સ્માર્ટફોનમાં 8GB રેમ સાથે 128GB સ્ટોરેજ મળી શકે છે. જો કે, Vivo V30 અને Vivo V30 Proની રેમ અને સ્ટોરેજમાં તફાવત હોઈ શકે છે.
- અન્ય સુવિધાઓ: ફોનમાં સ્માર્ટ કલર ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ, ડિસ્ટન્સ સેન્સિટિવ લાઇટિંગ, સ્ટુડિયો ક્વોલિટી ઓરા લાઇટ અને ZEISS પ્રોફેશનલ પોટ્રેટ કેમેરા હશે.
Vivo V30 સિરીઝ સ્માર્ટફોન: અંદાજિત સ્પેસિફિકેશન
વેરિયન્ટ | 6.78 ઇંચ |
બેક કેમેરો | 50MP+50MP+2MP |
ફ્રન્ટ કેમેરા | 50MP |
પ્રોસેસર | Qualcomm Snapdragon 7 Gen3 |
રેમ અને સ્ટોરેજ | 8GB+128GB |
બેટરી અને ચાર્જિંગ | 5000mAh; 80W |