ડિમર્જરના સમાચારની અસર આજે શેરના ભાવ પર જોવા મળી હતી. ફોર્બ્સ એન્ડ કંપનીના શેર 26 ફેબ્રુઆરીના રોજ 182 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 935 ના સ્તર પર ખુલ્યો હતો અને 1092.20 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 20 ટકાના વધારા સાથે 1092.20 રૂપિયા પર બંધ થયો હતો.
ફોર્બ્સ એન્ડ કંપની એન્જિનિયરિંગ અને રિયલ્ટીના બિઝનેસમાં કાર્યરત છે. તે તેની પેટાકંપનીઓ દ્વારા ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સોલ્યુશન્સ, પાણી શુદ્ધિકરણ, કેમિકલ ટેન્કર્સનું પરિવહન વગેરે માટે ઓફર પણ ધરાવે છે. કંપનીનું સંચાલન ફોર્બ્સ ફેમિલીમાંથી કેમ્પબેલ્સમાંથી ટાટા ગ્રૂપમાં અને હવે છેલ્લે શાપૂરજી પલોનજી ગ્રૂપમાં ગયું.
ફોર્બ્સ એન્ડ કંપની દ્વારા 23 ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, ફોર્બ્સ એન્ડ કંપનીનું ડિમર્જર થશે. નવી કંપની Forbes Precision Tools and Machine Parts Limited એટલે કે FPTL ના 4 શેર મળશે જેમની પાસે ફોર્બ્સ એન્ડ કંપનીનો 1 શેર છે. શેરની ફેસ વેલ્યું 10 રૂપિયા રહેશે. તેના માટે રેકોર્ડ ડેટ 7 માર્ચ, 2024 નક્કી કરવામાં આવી છે.
ડિમર્જરના સમાચારની અસર આજે શેરના ભાવ પર જોવા મળી હતી. ફોર્બ્સ એન્ડ કંપનીના શેર 26 ફેબ્રુઆરીના રોજ 182 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 935 ના સ્તર પર ખુલ્યો હતો અને 1092.20 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 20 ટકાના વધારા સાથે 1092.20 રૂપિયા પર બંધ થયો હતો. આજે શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી.
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો ફોર્બ્સ એન્ડ કંપનીના શેરે ઈન્વેસ્ટર્સને 429.60 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 64.84 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 75.85 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 471.10 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 331.72 ટકાનું રિટર્ન આપ્યું છે.
ફોર્બ્સ એન્ડ કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 73.8 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 13.6 ટકા છે. કંપનીમાં કુલ 12,619 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 1387 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 15.7 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 44.8 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)