News Updates
EXCLUSIVEGUJARAT

JUNAGADH: ગેરકાયદે ખડકાયેલી દરગાહ રાતોરાત ક્યાં ગાયબ થઈ??

Spread the love

જુનાગઢ: માત્ર ત્રણ કલાકમાં ગેરકાયદેસર દરગાહ તોડી નંખાઇ, 800થી વધારે પોલીસ કર્મીઓ હાજર

રાજ્યમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. ગેરકાયદે બાંધકામમાં દૂર કરવા માટે રાજ્ય સરકારે કચ્છ, જામનગર બાદ હવે જૂનાગઢમાં પણ એક્શન લીધી છે.  શહેરમાંથી ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટે ડિમોલિશન પ્રક્રિયા મોદી રાતે હાથ ધરવામાં આવી હતી.

જામનગર, કચ્છ બાદ હવે જૂનાગઢમાં બુલડોઝર ચાલ્યું

અગાઉ રાજ્ય સરકાર દ્વારા જામનગર, કચ્છ જિલ્લામાં ઘાર્મિક સ્થળો સહિતના કેટલાક દબાણોને દૂર કરવામાં આવ્યા હતા તો હવે જૂનાગઢમાં પણ નવા નિમાયેલ કમિશ્નર દ્વારા કડક એક્શન લેવામાં આવી રહી છે. મજેવડીમાં મોડી રાત્રે ગેરકાયદે નિર્માણો  પર   બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જૂનાગઢમાં પણ સવાર પડે તે પહેલા જ બે મંદિર અને એક મસ્જિદ ગેરકાયદે હોવાથી બાંધકામને તોડી પડાયું હતું. 

800થી વધુ પોલીસકર્મી સાથે ડિમોલિશનની કાર્યવાહી

જૂનાગઢમાં 800થી વધુ પોલીસકર્મી સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.  જૂનાગઢમાં મોડી રાત્રે બે વાગ્યે હાથ  ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપા અને મહેસૂલ વિભાગના દસ્તાવેજોની પૂરી ચકાસણી કર્યાં  બાદ જ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય માટે પહેલાથી જ  સુરક્ષાદળની બે ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.


Spread the love

Related posts

વાંચો: જમીન નીચેથી દારુ, એ પણ RAJKOTમાં..

Team News Updates

ચાલુ કાર અચાનક ભડભડ સળગી ઊઠી:અંકલેશ્વર હાઇવે પર અફરાતફરીનો માહોલ; કારમાં સવાર લોકોનો આબાદ બચાવ

Team News Updates

ભારતમાં કોફીની ખેતી ક્યારે શરૂ થઈ, કયા રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે? જાણો કોફી વિશે

Team News Updates