News Updates
ENTERTAINMENT

શ્રેયસ ઐયર અને અજિંક્ય રહાણેએ ખરાબ ફોર્મથી મેળવ્યો છૂટકારો

Spread the love

રણજી ટ્રોફીની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડેમાં રમાઈ રહી છે. આ દરમિયાન વાનખેડેથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. ઘરેલું ક્રિકેટમાં શ્રેયસ ઐયર અને અજિંક્ય રહાણેએ ખરાબ ફોર્મથી છૂટકારો મેળવતી રમત દર્શાવી છે. બંનેએ રણજી ટ્રોફીમાં પોતાની બેટિંગ લય હાંસલ કરી લીધી છે. આ બંને ભારતીય ક્રિકેટરોની કારકિર્દી માટે સારી બાબત છે. ફાઈનલની બીજી ઈનિંગમાં બંને ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી.

શ્રેયસ ઐયર અને અજિંક્ય રહાણેએ હવે પોતાના નબળા ફોર્મથી છૂટકારો મેળવતી બેટિંગ કરી છે. પોતાના પ્રદર્શન વડે ઘરેલું ક્રિકેટમાં પોતાની ટીમને માટે મહત્વની ઈનીંગ રમી દર્શાવી છે. રણજી ટ્રોફીની ફાઈનલમાં મેચમાં વાનખેડેની પીચ પર ઐયર અને રહાણેએ દમ દેખાડતી બેટિંગ કરી છે. બંને છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ હતા. ન તો મેદાન પર બેટ કામ કરી રહ્યું હતું અને ન તો મેદાનની બહાર ચાલી રહેલી બાબતો બંનેના પક્ષમાં હતી. બંનેને ચારે બાજુથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ, આટલા તણાવ અને દબાણમાં પણ જ્યારે રણજી ટ્રોફી ફાઈનલ જેવી મોટી મેચમાં પ્રદર્શન કરવાની વાત આવી ત્યારે રહાણે અને ઐયર બંનેએ જબરદસ્ત પ્રદર્શન કર્યું.

રણજી ટ્રોફીની ફાઈનલ દરમિયાન જ જ્યારે શાર્દુલ ઠાકુરને રહાણે અને ઐયરના ખરાબ ફોર્મ વિશે પૂછવામાં આવ્યું હતુ. ત્યારે તેણે કહ્યું હતું કે તે લાંબો સમય નહીં ચાલે, તે માત્ર સમયની બાબત છે અને બંને જલ્દી જ પોતાનું ફોર્મ પાછું મેળવી લેશે. બસ આવું જ થયુ છે વાનખેડેમાં અને બંને ખેલાડીઓનો નબળા સમયનો જાણે કે અંત આવ્યો હોય એમ બંને બેટિંગ કરતા રંગમાં જોવા મળ્યા હતા.

ઐયર અને રહાણે ફોર્મમાં પરત ફર્યા

અજિંક્ય રહાણે રણજી ટ્રોફીની ટૂર્નામેન્ટમાં નિષ્ફળ રહ્યો હતો. ભારે મુશ્કેલીથી ડબલ ફિગરને સ્પર્શવામાં સફળ રહેતો હતો. જોકે તેણે વિદર્ભ સામે બીજી ઇનિંગમાં 73 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે પણ શાનદાર ફિફ્ટી પ્લસ રન બનાવ્યા, તે પણ બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાંથી છીનવાઈ ગયાના થોડા દિવસો બાદ તુરત જ.

ઐયરે 111 બોલનો સામનો કરીને 95 રન નોંધાવ્યા હતા. આમ ઐયર માત્ર 5 રનથી જ સદી ચૂક્યો હતો અને નાઈન્ટી નર્વસનો શિકાર થઇને પરત ફર્યો હતો. તેણે આ દરમિયાન 3 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે તે આદિત્ય ઠાકરેના બોલ પર કેચ આઉટ થઈ પરત ફર્યો હતો. તે પરત ફર્યો ત્યારે મુંબઈના સ્કોર બોર્ડમાં 332 રન નોંધાઈ ચૂક્યા હતા અને એ પણ ચોથી વિકેટના નુક્સાન પર. આમ મુંબઈની સ્થિતિ વધારે મજબૂત કરીને શ્રેયસ પરત ફર્યો હતો.

મુંબઈ મજબૂત સ્થિતિમાં

ફાઈનલમાં મેચમાં વિદર્ભને બેટિંગ અને બોલિંગ બંને રીતે મુંબઈએ પાછળ છોડી દીધુ છે. સુકાની અજિંક્ય રહાણેની આગેવાનીમાં ટીમ મુંબઈ ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે અને હવે હાથમાં ટ્રોફી ઉઠાવવા માટે તૈયાર છે. જોકે આ માટે વિદર્ભ સામે જીત મેળવવી જરુરી છે. મુંબઈએ બીજા દાવસમાં ત્રીજા દિવસના અંતિમ સેશનની રમતમાં લીડ સાથે સ્કોર 500 રન તરફ આગળ વધાર્યો હતો.


Spread the love

Related posts

ટાઈગર શ્રોફ, સની લિયોન સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સને નોટિસ મોકલવાની:દુબઈમાં 5000 કરોડની છેતરપિંડી કરનાર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં આ બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી

Team News Updates

બોક્સ ઓફિસ પર આવી રહી છે 17 મોટી ફિલ્મો, આ 5 ફિલ્મો વચ્ચે જામશે જંગ

Team News Updates

 IPL 2024 : CSKની ટોપ 4માંથી બહાર,આઈપીએલ 2024 પોઈન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર

Team News Updates