આ વખતે ગુજરાત ટાઈટન્સ પાસે હાર્દિક પંડ્યા નથી. એવામાં સતત બે સિઝનમાં ફાઈનલમાં પહોંચી કમાલ કરનાર આ ટીમને સતત ત્રીજા વર્ષે ટોપ પર લઈ જવાનો અને ફરી એકવાર ચેમ્પિયન બનાવવાનો મોટો પડકાર યુવા કપ્તાન શુભમન ગિલ પર છે. જોવાનું એ છે કે નવા કપ્તાન સથે નવી સિઝનમાં ગુજરાતની ટીમ જૂનો રંગ કેવી રીતે રાખી શકશે?
IPLની 17મી સિઝન ગુજરાત ટાઈટન્સ માટે ત્રીજી સિઝન હશે. પરંતુ, આશ્ચર્યજનક રીતે, તે આ પહેલા રમાયેલી બે સિઝનમાં એક વખત ટાઈટલ જીતી ચૂકી છે. સૌને ચોંકાવી દેતાં ગુજરાતે IPLની તેની ડેબ્યૂ સિઝનમાં ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. આ ચમત્કાર હાર્દિક પંડ્યા અને આશિષ નેહરાની કેપ્ટન-કોચની જોડીની રણનીતિનો કમાલ હતો. આ વખતે પરિસ્થિતિ અલગ છે અને હવે નવા કપ્તાનની આગેવનીમાં ટીમ ફરી ચેમ્પિયન બની શકશે? એ મોટો સવાલ છે.
હાર્દિક નહીં શુભમન ગિલ કરશે કપ્તાની
હાર્દિક પંડ્યા IPL 2024 માટે ટીમ સાથે નથી, કારણ કે તે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બની ગયો છે. ગુજરાત પાસે શુભમન ગિલના રૂપમાં નવો કેપ્ટન છે, જે મોટા પડકારોનો સામનો કરી રહ્યો છે. કોચ આશિષ નેહરા માટે પણ પડકારો હશે, જેમણે હવે ટીમના નવા કેપ્ટન અને તેની સાથે જોડાયેલા નવા ખેલાડીઓ સાથે એડજસ્ટ થવું પડશે.
કોચ અને કેપ્ટનની મજબૂરી
ગુજરાત ટાઇટન્સના કોચ અને તેના નવા કેપ્ટનની મજબૂરીઓ IPL 2024માં ટીમની સૌથી મોટી નબળાઈ છે. શુભમન ગિલની સમસ્યા એ છે કે તેની પાસે મોટા મંચ પર કેપ્ટનશિપનો એટલો અનુભવ નથી. જ્યારે આશિષ નેહરાની કોચ તરીકેની વિચારસરણીથી હવે બધા વાકેફ છે. પરંતુ, શું ગિલ મેદાન પર તે કમાલ કરી શકશે જે હાર્દિક પંડ્યાએ કર્યો હતો, આ એક મોટો પ્રશ્ન છે.
બેટિંગ ઉત્સાહ અને અનુભવથી ભરેલી
તાકાત અને નબળાઈના મોરચે અમે ગુજરાત ટાઈટન્સના કોચ અને કેપ્ટન વિશે વાત કરી. પરંતુ ટીમના બેટ્સમેન અને બોલરોની તાકાત શું છે તે જોવું રહ્યું. ટીમની બેટિંગની વાત કરીએ તો ટીમની બેટિંગ લાઈન અપમાં ઉત્સાહ અને અનુભવનો અદ્ભુત સમન્વય છે, જે સારી બાબત છે. આનો અર્થ એ થયો કે જો ટોપ ઓર્ડર તૂટી જાય છે તો મિડલ ઓર્ડરની સંભાળ રાખવા માટે ડેવિડ મિલર અને કેન વિલિયમસન જેવા નિષ્ણાત ખેલાડીઓ છે.
બોલિંગમાં આ છે નબળાઈ
જ્યાં સુધી બોલિંગનો સંબંધ છે, ગુજરાત ટાઈટન્સને રાશિદ ખાન ફિટ થવાથી રાહત છે, જે તેના સ્પિન વિભાગનું નેતૃત્વ કરતો જોવા મળશે. રાશિદ ઉપરાંત ટીમ પાસે નૂર અહેમદ અને જયંત યાદવનું સ્પિન નેટવર્ક પણ છે. ફાસ્ટ બોલિંગના મોરચે ઉમેશ યાદવ, મોહિત શર્મા જેવા બોલરો છે. ટીમની બોલિંગમાં એક કમજોરી દેખાઈ રહી છે કે અહીં ઘણા મોટા વિદેશી નામો ખૂટે છે. તેમ છતાં, સ્પેન્સર જોન્સન જેવા બોલરોની હાજરી, જેને ટીમ મેનેજમેન્ટે રૂ. 10 કરોડમાં ખરીદ્યો છે, તે ગુજરાત ટાઈટન્સ માટે થોડી આશા જગાડી રહ્યો છે.
શુભમન ગિલ સામે આ છે પડકાર
ગુજરાત જાયન્ટ્સ પાસે વિજય શંકર અને શાહરૂખ ખાન જેવા ઓલરાઉન્ડર છે. પરંતુ તે પછી IPL 2024માં નબળો મુદ્દો એ હશે કે હાર્દિક પંડ્યાનું એક્સ ફેક્ટર ત્યાં ખૂટે છે. જોકે, બ્રેડ હોગ જેવા કેટલાક દિગ્ગજ ક્રિકેટરોએ કહ્યું છે કે તેમને નથી લાગતું કે હાર્દિકની હાજરી કે ગેરહાજરીથી ટીમને કોઈ ફરક પડશે. એકંદરે આઈપીએલની આ સિઝન જો શુભમન ગિલ માટે પડકારો લઈને આવી છે તો કંઈક નવું કરવાની તક પણ લઈને આવી છે. શુભમન ગિલને દરેક વ્યક્તિ બેટ્સમેન તરીકે જાણે છે. IPL 2024 એ જોવાનું પ્લેટફોર્મ છે કે કેપ્ટન તરીકે તેની પાસે નામ કમાવવાની કેટલી ક્ષમતા છે.
ગુજરાત ટાઈટન્સની ટીમ:
શુભમન ગિલ, અઝમતુલ્લા ઓમરઝાઈ, ઉમેશ યાદવ, સુશાંત મિશ્રા, શાહરૂખ ખાન, કાર્તિક ત્યાગી, ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, જોશ લિટલ, રોબિન મિન્સ, સ્પેન્સર જોન્સન, માનવ સુતાર અને મોહિત શર્મા.