News Updates
GUJARAT

રાહુલ ગાંધીની યાત્રામાં ઘૂસેલી ગેંગે લોકોના લાખો ચોરી લીધા; પોલીસે ગેંગને 1.51 લાખ રૂપિયા સાથે ગણતરીના કલાકોમાં દાહોદથી ઝડપી

Spread the love

ગત શનિવારે રાજપીપળા ખાતે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઇ રાજપીપળા શહેરમાં ફર્યા હતા. જેમાં અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ફરિયાદ ઉઠી હતી કે ખિસ્સામાંથી મોટી રોકડ રકમ અને મોબાઈલની ચોરી થયા. રેલી બાદ 7 જેટલા વ્યક્તિઓએ આ ચોરી થવા બાબતે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ રાજપીપળા ટાઉન પોલીસ આ ચોર ગેંગ રાજપીપળા છોડી ભાગે એ પહેલા એક્શનમાં આવી તપાસ હાથ ધરી હતી. જેમાં ડી સ્ટાફની ટીમે રાજપીપળા શહેરમાં પેટ્રોલિંગ કરી શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી નાકાબંધી પણ કરી સાથે રેલીના રૂટના સીસીટીવી ચેક કરતા આ ગેંગનું પગેરું મળ્યું હતું.

રાજપીપળામાં રાહુલ ગાંધીની યાત્રા વડિયા ચોકડીથી પ્રવેશી સંતોષ ચોકડીથી શરૂ થઇ સંતોષ ચોકડી પસાર થતા ખિસ્સા કપાવવાના ચાલુ થયા અને બુમો ઉઠી જેમ અનેક લોકોના ખિસ્સા કપાયા છેક હરસિધ્ધિ માતાના મંદિર સુધી જેમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ એ મુજબ યાત્રામાં સાત લોકોના ખિસ્સામાંથી કુલ રોકડ રૂપિયા 92,200 તથા મોબાઈલ આઈફોન 60 હજાર મળી કુલ 1,52,200 ચોરીની ફરિયાદ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

રાજપીપળા પી.આઈ આર.જી.ચૌધરી તથા પો.સ.ઈ કે.એન.તાવીયાડ તથા ડી-સ્ટાફના માણસોએ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી ચોરોના ફુટેજ મેળવી તેમજ ઓળખ કરી દાહોદ ટાઉન ખાતે જઈ ચોરોને પકડી ચોરીમાં ગયેલા મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા આ ઈસમો ઉપરોકત્ત ચોરી કરવા દાહોદ ખાતેથી સ્કોર્પીઓ ગાડી લઈ રાજપીપળા આવી 1.52 ચોરી કરી લઈ ગયેલા. જેમાંથી આ ચોરો પાસેથી 90 હજાર રોકડા તેમજ સ્કોર્પીઓ ગાડી 5 લાખ તથા અલગ અલગ કંપનીઓના 4 મોબાઈલ મળી કુલ 7.10 લાખનો મુદ્દામાલ રીકવર કરી લઈ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીઓ
સત્યપ્રકાશ ઉર્ફે લલ્લુ હરીકિશન સાંસી
જીગ્નેશ મહેશભાઇ સાંસી
શ્યામ વિનોદભાઇ સાંસી

પકડવાના બાકી આરોપીઓ
મનિષ મણિલાલ સાંસી
નગીનભાઇ નવીનભાઈ સાંસી
રૂપેશભાઇ મહેશભાઇ સાંસી
રોનક ઉર્ફે રોની રામસિંગ સાંસીનો સમાવેશ થાય છે. આમ રાજપીપળા પોલીસે ગણતરીના કલાકોમાં આ ચોરી ડિટેકટ કરી છે.


Spread the love

Related posts

 Weather:ખમૈયા  કરશે હવે મેઘરાજા! તાપમાનમાં થશે વધારો ગુજરાતના આ વિસ્તારોમાં

Team News Updates

હણહણાટી ગુંજી રણમાં પાણીદાર અશ્વોની;ઝીંઝુવાડાના રાજેશ્વરી મંદિરે શસ્ત્ર પૂજન બાદ ચોવીસી ઝાલા રાજપૂત સમાજ દ્વારા રણમાં ભવ્ય અશ્વ દોડ યોજાઈ

Team News Updates

વજન ઘટાડવા માટે ઉનાળામાં આ 7 ફળ ખાવાનું કરો શરૂ, ઓગળવા લાગશે પેટની ચરબી, ઝડપથી થઈ જશો પાતળા

Team News Updates