News Updates
RAJKOT

રાજકોટના સેસન્‍સ જજ વાઘાણી સહિત ૩૧ સેસન્‍સ જજોની હાઇકોર્ટ દ્વારા બદલીના હુકમો

Spread the love

રાજકોટના નવા મુખ્‍ય ડી.જજ તરીકે વિક્રમસીંગ બલવંતસીંગ ગોહિલ : રાજકોટ ઉપરાંત અમરેલી, પોરબંદર, મોરબી, સુરેન્‍દ્રનગર, જામનગર સહિતના જીલ્લા મથકોએ સેસન્‍સ જજ કેડરના જજોની બદલીઓ : વલસાડ જીલ્લામાં ત્રણ અધિક સેસન્‍સ જજોની સ્‍થાનિક લેવલે બદલી કરાઇ

રાજકોટ તા. ૧૬ : લોકસભાની ચૂંટણી ની જાહેરાત થાય તે પૂર્વે તંત્ર દ્વારા બદલી અને બઢતીનો દોર ચાલી રહ્યો છે ત્‍યારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્‍ટિસના આદેશથી રજીસ્‍ટર દ્વારા મોડી રાત્રે ૩૧ જેટલા ડિસ્‍ટ્રીક જજ કક્ષાના ન્‍યાયાધીશોની બદલીના હુકમો કરવામાં આવ્‍યા છે. જેમાં રાજકોટ રાજકોટના ડિસ્‍ટ્રિક્‍ટ જજ આરટી વાસાણીની સુરત ખાતે બદલી કરવામાં આવી છે તેમના સ્‍થાને આણંદના વિક્રમસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવે છે. આ ઉપરાંત જામનગર ભાવનગર કચ્‍છ ગીર સોમનાથ મોરબી પોરબંદર સુરેન્‍દ્રનગર અને કચ્‍છના ફેમિલી કોર્ટના ન્‍યાયાધીશોની બદલી કરવામાં આવી છે.

વધુ વિગત મુજબ ઉનાળુ વેકેશન પૂર્વે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્‍ટિસ સુનિતા અગ્રવાલ ના આદેશ બાદ ગુજરાત હાઇકોર્ટના રજીસ્‍ટર દ્વારા મોળી સાંજે ડિસ્‍ટ્રિક્‍ટ જજ કક્ષાના ૩૧ જેટલા ન્‍યાયધીશોની બદલીના હુકમો કર્યા છે. જેમાં રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ જજ આર . ટી.વસાણીની સુરત, જામનગરના પ્રિન્‍સિપલ જજ એસ..કે .બક્ષીને પાલનપુર, ભાવનગરના ડીસ્‍ટ્રીક જજ એલ.એસ. પીરજાદાને સુરેન્‍દ્રનગર, ભુજના પ્રિન્‍સિપાલ જજ એચ.એસ મૂલ્‍યને ભાવનગર ડિસ્‍ટ્રિક્‍ટ જજ, મોરબીના ડિસ્‍ટ્રિક્‍ટ જજ પિનાકીન જોશીને પોરબંદર, પોરબંદરના ડિસ્‍ટ્રિક્‍ટ જજ રમેશકુમાર પંચાલને રાજપીપળા ડિસ્‍ટ્રિક્‍ટ, સુરેન્‍દ્રનગરના ડિસ્‍ટ્રિક્‍ટ જજ પી.એસ.ગઢવીને ગીર સોમનાથ ડિસ્‍ટ્રિક્‍ટ, ગીર સોમનાથના ડિસ્‍ટ્રિક્‍ટ જજ એમ.એમ.પટેલને આણં ડિસ્‍ટ્રિક્‍ટ જજ, અમરેલીના ડિસ્‍ટ્રિક્‍ટ જજ એમ. જે .પરાશર ને છોટા ઉદયપુર ડિસ્‍ટ્રિક્‍ટ જજ,ભુજના ફેમિલી કોર્ટના પ્રિન્‍સિપલ જજ બેનાબેના ચૌહાણ ને મહેસાણા ફેમિલી કોર્ટના પ્રિન્‍સિપલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જયારે આણંદના વિક્રમસિંહ બળવંતસિંહ ગોહિલને રાજકોટ, ગોધરા તરીકે ફરજ બજાવતા શ્રીવાસ્‍તવને જુનાગઢ ફેમિલી કોર્ટના પ્રિન્‍સિપલ જજ તરીકે મહેસાણાના ડિસ્‍ટ્રિક્‍ટ જજ આર.વી.બુખારીને અમરેલી, નર્મદા ડિસ્‍ટ્રિક્‍ટ જજ એન .આર. જોશીને જામનગર, અમદાવાદના ડિસ્‍ટ્રિક્‍ટ જજ વિપુલ આર રાવલને ભુજ ફેમિલી કોર્ટના પ્રિન્‍સિપલ જજ, પાલનપુરના રાજદિપસિંહ ગુમાનસિંહ દેવધરાને મોરબી, ગીર સોમનાથના પ્રિન્‍સિપલ ડિસ્‍ટ્રિક્‍ટ જજ મમતાબેન એમ. પટેલને ફેમિલી કોર્ટ આણંદ, અમદાવાદના ડિસ્‍ટ્રિક્‍ટ જજ અમરીશકુમાર લાલજીભાઈ વ્‍યાસને ભુજ ડિસ્‍ટ્રિક્‍ટ , છોટા ઉદયપુરના દિલીપકુમાર પુરૂષોત્તમદાસ ગોહિલને સુરેન્‍દ્રનગર ફેમિલી કોર્ટ પ્રિન્‍સિપલ જજ તરીકે બદલી કરવામાં આવી છે.


Spread the love

Related posts

વિચરતી જાતિના 425 પરિવારો પ્લોટ વિહોણા:ઝૂંપડપટ્ટી-પતરાની આડશ બાંધી કરે છે વસવાટ; પડધરી-જસદણમાં જાતિના દાખલા પણ મળતા નથી

Team News Updates

રાજકોટમાં ભાતીગળ લોકમેળાની તૈયારી શરૂ:ધંધા માટેના સ્ટોલ્સ અને પ્લોટની ફાળવણી માટે અરજીપત્રકનું આજથી વિતરણ, 355 પ્લોટ-સ્ટોલ્સની ફાળવણી કરાશે

Team News Updates

RAJKOT:અધિકારીઓને આદેશ એક સપ્તાહમાં તમામ સમસ્યા ઉકેલવા,રાજકોટ મનપા કચેરીએ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનનાં અધ્યક્ષસ્થાને બેઠક

Team News Updates