News Updates
NATIONAL

લોકસભા ચૂંટણી લડનારા ઉમેદવારોના બેંક ખાતા પર રહેશે ચૂંટણી પંચની નજર, હેરાફેરીના કેસમાં થશે કાયદાકીય કાર્યવાહી

Spread the love

ભારતીય ચૂંટણી પંચે આજે 16 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. દેશની 543 લોકસભા સીટ માટે કુલ 7 તબક્કામાં મતદાન યોજાશે અને મત ગણતરી 4 જૂનના રોજ થશે. ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થશે.

ભારતીય ચૂંટણી પંચે આજે 16 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. દેશની 543 લોકસભા સીટ માટે કુલ 7 તબક્કામાં મતદાન યોજાશે અને મત ગણતરી 4 જૂનના રોજ થશે. પહેલા તબક્કાની ચૂંટણી 19 એપ્રિલે યોજાશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર મતદાન થશે.

આ 21 રાજ્યમાં અરુણાચલ પ્રદેશ, બિહાર, આસામ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. ગુજરાતમાં 7 મેના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન અને 4 જૂને પરિણામ આવશે.

વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થઈ રહ્યો છે

ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણીનો તહેવાર દેશનું ગૌરવ છે. તેમણે કહ્યું કે વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. તમામ રાજ્યોની સમીક્ષા કર્યા બાદ અમે દરેકની ભાગીદારી સાથે યાદગાર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરીશું. અમારી પાસે 97 કરોડ મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે.

મતદાતાઓ મતદાર હેલ્પલાઇન દ્વારા માહિતી મેળવી શકશે

રાજીવ કુમારે કહ્યું કે, અમે દરેક જગ્યાએ પહોંચીશું જેથી દરેક વોટ કરી શકે. મતદાન બાદ કોઈપણ બૂથ પર વેસ્ટ મટિરિયલ ન દેખાય તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે. કોઈપણ મતદાર મતદાર હેલ્પલાઈન દ્વારા કોઈપણ પ્રકારની માહિતી મેળવી શકે છે. ગુનાહિત રેકોર્ડ ધરાવતા તમામ ઉમેદવારોને અખબારોમાં જાહેરાતો દ્વારા તેમના વિશે 3 વખત જાણ કરવાની રહેશે.

આ ઉપરાંત ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈ મહત્વની વાત કરી હતી. તેમણે કહ્યુ કે, જો કોઈ ઉમેદવાર મર્યાદા કરતા વધારે રકમનું ટ્રાન્સેકશન કરે છે તો તેના સામે પગલા લેવામાં આવશે. પંચ દ્વારા બેંકોને આ માટે આદેશ આપવામાં આવ્યો છે અને દરેક ઉમેદવાર તેમજ તેની સાથે જોડાયેલા લોકોના ખાતા પર નજર રાખવામાં આવશે. જો તેમના બેંક ખાતામાં કોઈ હેરાફેરી જોવા મળશે તો તેના સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


Spread the love

Related posts

21 લાખની કિંમતના ટામેટાં ભરેલી ટ્રક ગાયબ:કર્ણાટકથી રાજસ્થાન જવાની હતી, ડ્રાઈવર અને ક્લીનર ફરાર

Team News Updates

પવિત્ર ગંગા જળ પર 18 % GST લગાવીને ભાજપ ભક્તોની ભાવના સાથે રમે છે, કોંગ્રેસે કર્યા પ્રહાર

Team News Updates

ભારત ઘુસણખોરી કરીને આપણાં નાગરિકોને મારી રહ્યું છે- PAK:આર્મી ચીફે કહ્યું- આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવો તેમની આદત, દરેક હુમલાનો જવાબ આપીશું

Team News Updates