News Updates
GUJARAT

ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા ક્ષત્રિયોના આસ્થાના સંતોનું શરણ,વિવાદને શાંત પાડવા રૂપાલા લઈ શકે છે

Spread the love

પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદ બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ લાલઘુમ થયો છે અને જરા પણ નમતુ જોખવાના મૂડમાં નથી. ક્ષત્રિય સમાજે રાજકોટ બેઠક પરથી રૂપાલાને હટાવી અન્ય ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી રહ્યો છે.

છેલ્લા કેટલાય દિવસોથી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. જે કોઈ રીતે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલાના નિવેદન સામે કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય અગ્રણી આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં બદનક્ષીની અરજી કરી છે. તેમનો દાવો છે કે રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યુ છે. રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરાઈ રહ્યો છે.

આ વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે રૂપાલા વિવાદનો અંત લાવવા સંતનું શરણુ પણ લઈ શકે છે. રૂપાલા ગધેથડ ગાયત્રી આશ્રમમાં લાલબાપુ સાથે મુલાકાત કરી શકે છે. ગધેથડ એ ક્ષત્રિય સમાજની આસ્થાનું ધામ છે. લાલબાપુ પાસે ક્ષમા માગવા રૂપાલા ગધેથડ જઈ શકે છે. ગોંડલમાં મળનારી ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણ કરીને પરશોત્તમ રૂપાલા ગધેથડ જશે.

પરશોત્તમ રૂપાલાએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા.

રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય રોષે ભરાયો છે. રૂપાલાના નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ રૂપાલાએ માફી માગી લીધી પરંતુ રાજ્યના 90 જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે રાજપૂત ભવનની એક બેઠક યોજાઈ હતી, જેમા રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરીને તેમની લોકસભામાં ઉમેદવારી રદ કરાય તેવી માગણી ઉચ્ચારાઈ છે. ક્ષત્રિય સમાજે હવે મતોના માધ્યમથી સબક શીખવવાનું નક્કી કર્યુ છે.

જેની સામે હવે ભાજપે પણ હવે ડેમેજ કંટ્રોલ કરવા ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહેશે. જેમા ભાજપના ચાર ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ભાજપના 9 મોટા નેતાઓ બેઠકમાં હાજર રહેવાના છે.


Spread the love

Related posts

DWARKA :મહિલાઓએ ઘરે- ઘરે જઇ લગાવ્યા પોસ્ટર, ખંભાળીયામાં પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

Team News Updates

BMW X4 M40i Coupe SUV ₹96.2 લાખમાં લોન્ચ:4.9 સેકન્ડમાં 0-100kmph ની સ્પીડનો દાવો, મર્સિડીઝ-AMG GLC 43 સાથે સ્પર્ધા કરશે

Team News Updates

પાલનપુરમાં ભીષણ આગ, દુકાનો બળીને ખાખ:આગ સાતથી વધુ દુકાનોમાં ફેલાતાં નવા માર્કેટયાર્ડમાં અફરાતફરી મચી, શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન

Team News Updates