ગઢડા શહેરમાં આવેલ રમાઘાટ ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવતા રમાઘાટ ડેમ છલકાયો છે. જેથી ખરાઉનાળે રમાઘાટ ડેમ પાણીથી છલકાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ રમાઘાટ ડેમ, ગઢડા શહેર સહિત માંડવધાર, રામપરા, કેરાળા,તેમજ ડેમ નિચેના અડતાળા, પીપળ, લાખણકા, તતાણા સહિતના દસેક ગામોનો જીવાદોરી સમાન ડેમ છે. રમાઘાટ ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવતા ગઢડા શહેર તેમજ ડેમ ની નીચેના દસેક ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો ફાયદો થશે.
ગઢડા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ અગાઉ સિંચાઈના પાણી માટે રજૂઆત અને આંદોલન તેમજ ચૂંટણી બહિષ્કારની ચિમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે સૌની યોજના અંતર્ગત રમાઘાટ ડેમમાં પાણી છોડવામાં આવતા ખરા ઉનાળે રમાઘાટ ડેમ છલકાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને શહેરીજનો તેમજ ખેડૂતોમાં આનંદ છવાયો હોવાનુ ખેડૂતોએ જણાવ્યું હતું.