News Updates
NATIONAL

Jammu Kashmir:સ્કૂલનાં વિદ્યાર્થીઓ સહિત બોર્ડમાં 11 લોકો હતા, 7ને બચાવ્યા,4નાં મોત ;શ્રીનગરની જેલમ નદીમાં બોટ પલટી

Spread the love

મંગળવારે કાશ્મીરના શ્રીનગરમાં જેલમ નદીમાં એક બોટ પલટી ગઈ હતી. આ બોટમાં સ્કૂલના બાળકો સહિત 11 લોકો હતા. અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે, 7 લોકોને બચાવી લેવાયા છે.

આ બોટ દરરોજ લોકોને લઈને ગાંદરબલથી બટવારા જાય છે. છેલ્લાં 48 કલાકમાં ભારે વરસાદને કારણે જેલમના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે બોટ પલટી ગઈ હતી.

અકસ્માત બાદ તરત જ સ્થાનિક ખલાસીઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી. થોડી વાર પછી પોલીસ અને SDRFની ટીમ પણ બચાવમાં લાગી ગઈ.

બચાવાયેલા 7 લોકોમાંથી 3ની સારવાર ચાલી રહી છે. માર્યા ગયેલાઓમાં શબીર અહેમદ (26), ગુલઝાર અહેમદ (41), 32 અને 18 વર્ષની બે મહિલાઓનો સમાવેશ થાય છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

સ્થાનિક બોટ માલિકો દરરોજ લોકોને ગાંદરબલથી બટવારા લઈ જાય છે. આજે જે બોટ પલટી ગઈ તેમાં શાળાના બાળકો, તેમના માતા-પિતા અને મજૂરોનો સમાવેશ થાય છે. આ લોકો દરરોજ આવી જ બોટમાં જેલમ નદી પાર કરતા હતા.


Spread the love

Related posts

આંધ્ર- તેલંગાણામાં પૂરમાં 19 મોતને ભેટ્યા,વૈષ્ણોદેવીના માર્ગ પર ભૂસ્ખલન, 2 મહિલાના મોત, 3 ઘાયલ

Team News Updates

પીએમ મોદીની વધુ એક ગેરંટી થઈ શકે છે પૂરી, દેશમાં આજે લાગુ પડી શકે છે CAA

Team News Updates

ફટાકડા બજારમાં ભીષણ આગ:બાપુનગરના વિકાસ એસ્ટેટમાં આગથી દોડધામ, 25 જેટલી દુકાનો સળગી, 7 લોકો ઘાયલ; આગનું કારણ અકબંધ

Team News Updates