News Updates
NATIONAL

 રૂમમાં જોયું તો સડી ગયેલી હાલતમાં મૃતદેહો પડ્યા હતા,4 દિવ્યાંગ દીકરી સાથે પિતાની આત્મહત્યા દિલ્હીમાં:પાડોશીઓએ કહ્યું- 4 દિવસથી કોઈને જોયા નહોતા

Spread the love

દિલ્હીના વસંતકુંજના રંગપુરી ગામમાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી છે. મૃતકોમાં પિતા અને ચાર પુત્રીનો સમાવેશ થાય છે. દરેકના મૃતદેહ સડેલા હતા. રૂમમાંથી સખત ગંધ આવી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 10:18 વાગ્યે પાડોશીઓ પાસેથી માહિતી મળી હતી. તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ફ્લેટનો દરવાજો તોડી લાશ બહાર કાઢી. પોલીસને ઘટનાસ્થળ પાસેના CCTV મળ્યા છે, જેમાં પિતા હીરાલાલ હાથમાં મીઠાઈનો ડબ્બો લઈને ઘરે જતા જોવા મળ્યા છે.

તમામે ઝેર પીને આત્મહત્યા કરી હોવાનું પોલીસનું કહેવું છે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે પરિવારે તેમની પુત્રીઓની વિકલાંગતાને કારણે આત્મહત્યા કરી છે. મૃતકોની ઓળખ 50 વર્ષીય હીરાલાલ અને તેની ચાર પુત્રીઓ નીતુ (18), નિશી (15), નીરુ (10) અને નિધિ (8) તરીકે થઈ છે. પરિવાર બિહારના છપરાના મશરખનો રહેવાસી છે.

24 સપ્ટેમ્બરના CCTV ફૂટેજમાં છેલ્લીવાર હીરાલાલ ઘરમાં જતો જોવા મળી રહ્યો છે, એ પછી ઘરની બહાર આવ્યો નથી. CCTVમાં હીરાલાલના હાથમાં જે મીઠાઈનો ડબ્બો જોવા મળી રહ્યો છે એ ડબ્બો ઘરની અંદરથી પણ મળ્યો છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે.

ચારેય યુવતીઓ દિવ્યાંગ હતી અને ચાલવામાં પણ અસમર્થ હતી. પત્નીનું કેન્સરથી મૃત્યુ થઈ ચૂક્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે હીરાલાલ તેના પરિવાર સાથે રંગપુરી ગામમાં ભાડાના મકાનમાં રહેતો હતો.

હીરાલાલ વસંતકુંજ સ્થિત હોસ્પિટલમાં સુથાર તરીકે કામ કરતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે હીરાલાલના ફ્લેટમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. આના પર રોડની બીજી બાજુ આવેલા મકાનમાં રહેતી વ્યક્તિએ પોલીસને ફોન કરીને આ માહિતી આપી હતી.

પાડોશી રતને જણાવ્યું હતું કે કેરટેકરે ફોન કરીને તેના વિશે પૂછ્યું હતું. તેણે મને ઘરની આસપાસમાંથી આવતી દુર્ગંધ વિશે જણાવ્યું. મેં તેને 2-3 દિવસથી જોયો નહોતો. બાળકો ક્યારેય ઘરની બહાર નીકળતાં ન હતાં. માહિતી મળતાંની સાથે જ મકાનમાલિક અને પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે ઘરનો દરવાજો ખોલ્યો. ઘરમાં 5 લાશ પડી હતી. 15-25 વર્ષની 4 દીકરી હતી. ચારેય શારીરિક રીતે વિકલાંગ હતા. અમે તેમને ઘરની બહાર ભાગ્યે જ જોયા હતા. માતા બીમારીથી મૃત્યુ પામી હતી.

પોલીસે દરવાજો તોડ્યો ત્યારે અંદરથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. પોલીસની ટીમ અંદર ગઈ ત્યારે પહેલા રૂમમાં પલંગ પર હીરાલાલની લાશ પડી હતી. ચારેય દીકરીના મૃતદેહ બીજા રૂમમાં પડેલા હતા. પોલીસે આ ઘટના અંગે દિલ્હીમાં રહેતા હીરાલાલના મોટા ભાઈ જોગીન્દરને જાણ કરી હતી. પોલીસસુત્રોના જણાવ્યા મુજબ, પરિવારે સલ્ફાસ ખાઈને આત્મહત્યા કરી હતી. જોકે હજુ સુધી પોલીસને સુસાઈડ નોટ મળી નથી, પરંતુ આ ઘટના પાછળ પુત્રીઓની વિકલાંગતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દક્ષિણ પશ્ચિમ દિલ્હીના ડીસીપી રોહિત મીણાએ જણાવ્યું હતું કે મૃતદેહ બે અલગ-અલગ રૂમમાંથી મળ્યા હતા. એક રૂમમાં હીરાલાલની લાશ પડી હતી અને બીજા રૂમમાં ચાર છોકરીની લાશ પડી હતી. આ તમામ બિહારના છપરાના રહેવાસી હતા. તપાસ દરમિયાન ડસ્ટબિનમાં સલ્ફાસ રેફરલ્સ મળી આવ્યા હતા. કાચ અને કેટલીક પ્રવાહી સામગ્રી પણ મળી આવી હતી. તમામ જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસ ચાલી રહી છે. મૃતકનો ભાઈ જોગીન્દર પણ લગભગ 1 કિલોમીટરના અંતરે રહે છે.

ભાઈએ જણાવ્યું કે ગયા વર્ષે બાળકીઓની માતાનું કેન્સરથી મૃત્યુ થયું હતું. હીરાલાલ શર્મા જાન્યુઆરી 2024થી નોકરી પર જતા ન હતા. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેઓ પોતાની જાતને રિઝર્વ રાખતા હતા. 2 વર્ષ પહેલાં સુધી છોકરીઓ શાળાએ જતી હતી. પછી જવાનું બંધ કર્યું. તમામ એંગલથી તપાસ ચાલી રહી છે.

હીરાલાલની પત્ની સુનિતા કેન્સરથી પીડિત હતી. ઘણી સારવાર બાદ પણ તેઓ બચી શક્યાં નહોતાં. દંપતીની પ્રથમ પુત્રી વિકલાંગતા સાથે જન્મી હતી. સ્વસ્થ બાળકની ઈચ્છામાં વધુ ત્રણ છોકરીઓનો જન્મ થયો, પરંતુ એ ત્રણેય પણ દિવ્યાંગ હતી. હીરાલાલ બધાનું ધ્યાન રાખતા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ચારેય છોકરીઓ બેડ પર રહેતી હતી. હીરાલાલ સવારે ભોજન વગેરે આપીને જતા. છોકરીઓ ઘરે પરત ન ફરે ત્યાં સુધી ભૂખી અને તરસતી રહી. હીરાલાલ નોકરી પરથી ઘરે પરત ફર્યા બાદ છોકરીઓની સંભાળ રાખતા હતા.

આજુબાજુના લોકોએ જણાવ્યું કે શક્ય છે કે આખો દિવસ કામ કરવાને કારણે અને રાત્રે છોકરીઓનું ધ્યાન રાખવાને કારણે તે ધીરે ધીરે ડિપ્રેશનમાં આવી ગયા હોય અને આખરે આ ઘટનાને અંજામ આપ્યો હોય. આ ઘટના બાદ આસપાસના લોકો ભયભીત છે.


Spread the love

Related posts

દિલ્હીના LGને સત્તા આપવા પર CM માન રોષે ભરાયા:માને કહ્યું- દેશને 30-31 રાજ્યપાલ અને PMએ જ ચલાવવો જોઈએ, ચૂંટણીમાં કરોડો- અબજોનું પાણી શું કામ કરવું જોઈએ

Team News Updates

WFIના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા

Team News Updates

મુંબઈમાં કન્સ્ટ્રક્શન લિફ્ટ 40મા માળેથી પડી:7 મજૂરોના મોત; કેબલ તૂટવાને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા

Team News Updates