News Updates
VADODARA

VADODARA:બ્રિજની સાઈડમાં બેઠેલાઓને કારથી ઉડાડ્યા,બે યુવતીને ઈજા,યુવકનું મોત,પરિવાર દોડી આવ્યો ચાલકને બચાવવા

Spread the love

વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નશાની હાલતમાં ધૂત નબીરાએ 2 એક્ટિવાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેમજ બ્રિજની સાઈડમાં બેઠેલાં યુવક અને યુવતીઓને અડફેટે લીધી હતી. જેમાં MBAનો અભ્યાસ કરતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આ અકસ્માતે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા તથ્યકાંડની યાદ તાજી કરાવી હતી. તથ્યને બચાવવા તેનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં તેમ આ ઘટનામાં પણ કારચાલક નબીરાને બચાવવા તેનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં. મૃતક યુવક અને ઇજાગ્રસ્ત બન્ને યુવતી પારૂલ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદના તથ્યકાંડ બાદ પણ ઓવરસ્પીડ વાહનો પર લગામ લાગી નથી. ગત મોડી રાત્રે થયેલા અકસ્માતે તથ્યકાંડ યાદ અપાવ્યો હતો. કારચાલક ઓવરસ્પીડમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તે નશાની હાલતમાં હોવાનું નજરે જોનારે કહ્યું હતું. આ કારચાલક સ્પીડમાં કાર બ્રિજ પાસે બે એક્ટિવાને ટક્કર મારતા કાર બેથી ત્રણવાર પલટી મારી હતી અને ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આ બનાવને લઈ તાત્કાલિક લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં.

આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં MBAનો અભ્યાસ કરનાર 24 વર્ષીય આકાશ રાકેશભાઈ ચોબલે (રહે, વાઘોડિયા રોડ, મૂળ કચ્છ, હાલ પરિવાર રાજસ્થાન રહે છે)ને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવમાં અન્ય બે યુવતી આસ્થા પરીખ અને પ્રીતિ શર્માને પણ ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માત કરનાર કલ્પ કનક પંડ્યા અને તેની ફિયાન્સીની હાલ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવને લઈ ડીસીપી લીના પાટીલ સહિત અકોટા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કારચાલકની અટકાયત કરી હતી. તથ્યકાંડ બાદ આ ઘટનામાં પણ ચાલકને બચાવવા તેનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં અને ખાનગી કારમાં બેસાડી હોસ્પિટલ લઈ જતાં હતાં. પરંતુ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક તેને અન્ય વાહનમાં હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાને લઈ અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છેઆ બનાવ અંગે અકોટા PI વાય.જી. મકવાણાએ જણાવ્યું હતું કે, કારચાલકની અટકાયત કરી છે. કારમાંથી પ્લાસ્ટિકની બોટલ મળી છે અને તેમાં નશાયુક્ત પદાર્થ હોવાની આશંકા છે. આ અંગે ટેસ્ટ કર્યા બાદ ગુનો નોંધવામાં આવશે. યુવકનું મોત થયું છે તે MBAમાં અભ્યાસ કરતો હતો.આ બનાવને લઈ ડીસીપી લીના પાટીલ સહિત અકોટા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કારચાલકની અટકાયત કરી હતી. તથ્યકાંડ બાદ આ ઘટનામાં પણ ચાલકને બચાવવા તેનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં અને ખાનગી કારમાં બેસાડી હોસ્પિટલ લઈ જતાં હતાં. પરંતુ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક તેને અન્ય વાહનમાં હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાને લઈ અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ઉલ્લેખનીય છે કે, શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા અકોટા બ્રિજ પર ઈન અને એક્ઝિટ પોઈન્ટ પર બેરિકેટિંગ કરી વાહનચાલકોની સ્પીડ પર બ્રેક લગાવવામાં આવે તો ચોક્કસથી અકસ્માતોને રોકી શકાય છે. દિવસભર ટ્રાફિકથી ધમધમતા અકોટા દાંડિયા બ્રિજ પર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે અને સાંજના સમયે શહેરના લોકો દાંડિયા બજાર બ્રિજ પર બેસી શહેરનો નજારો માણતા હોય છે. ત્યારે આ પ્રકારે નશામાં ચૂર વાહનચાલક જો બેલેન્સ ગુમાવે તો આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. ત્યારે પોલીસ દ્વારા બ્રિજ પર બેસતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ ન બને.


Spread the love

Related posts

નર્મદા નદી ગાંડીતૂર બનતા 25 ગામો એલર્ટ:વડોદરામાં મોડી રાત્રે NDRFની ટીમે ફસાયેલા 40 લોકોનું રેસ્ક્યૂ કર્યું; 3 તાલુકાના 1487 લોકોનું સ્થળાંતર; મહી નદીના કિનારે ન જવા કલેકટરની અપીલ

Team News Updates

શિનોરમાંથી પસાર થતી નર્મદા નિગમની અમરેશ્વર બ્રાંચ કેનાલમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય

Team News Updates

એક પૈડાની સાઇકલ પર રચશે 8મો વિશ્વ રેકોર્ડ:વડોદરાના 20 વર્ષીય યુવાને 7 કિ.મી. સવારી કરીને શિવજીનું ચિત્ર કંડાર્યું, 7 વિશ્વ રેકોર્ડ નામે કર્યા

Team News Updates