News Updates
AHMEDABAD

પ્રથમ યુનિવર્સિટી બની દેશની:ગુજરાત યુનિવર્સિટી અને USAની ડેલવર યુનિવર્સિટી વચ્ચે MOU, ફીનટેક, હ્યુમિનિટી અને સ્પોર્ટસના કોર્ષ થશે

Spread the love

ગુજરાત યુનિવર્સિટીના વિદેશની કેટલીક યુનિવર્સિટી સાથે MOU થયા છે, જે અંતર્ગત USAની ડેલવર યુનિવર્સિટી સાથે પણ MOU થયા હતા. જે બાદ કુલપતિ નીરજા ગુપ્તાએ ડેલવર યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આવતા વર્ષથી કોર્ષ શરૂ કરવાના નક્કી કરવામાં આવ્યું છે. ફીનટેક, હ્યુમિનિટી અને સ્પોર્ટસના અલગ-અલગ કોર્ષ આવતા વર્ષના શૈક્ષણિક સત્રથી શરૂ થશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા USAની ડેલવર યુનિવર્સિટી સાથે MOU કરવામા આવ્યા છે. આ MOU બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ USAની ડેલવર યુનિવર્સિટીની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અલગ-અલગ કોર્ષ અંગે અભ્યાસ કર્યો હતો. હાલ કેટલા કોર્ષ ચાલુ કરવા? તે અંગે નિર્ણય કરવામાં આવ્યો છે, જે 2025-26ના શૈક્ષણિક વર્ષથી શરૂ થશે. ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી હશે. તે આ પ્રકારના MOU કરી ટ્વીન ડીગ્રી અને ડ્યુઅલ ડિગ્રીના કોર્ષ વિદ્યાર્થીઓને ઓફર કરશે.

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી છે જેને ડેલવર યુનિવર્સિટી સાથે MOU કર્યા છે. જેમાં અલગ-અલગ કોર્ષ ચાલુ કરવામાં આવશે. આ કોર્ષ ચાલુ થતાં હજુ એક વર્ષ જેટલી સમય થશે. ફીનટેક, હ્યુમિનિટી અને સ્પોર્ટસના કોર્ષ ચાલુ કરવામાં આવશે. UG અને PGના કોર્ષ ચાલુ કરવા માટે નિર્ણય કરવામાં આવશે.


Spread the love

Related posts

ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે:અમદાવાદના વિશાલા સર્કલ પાસે રમકડાના ગોડાઉનમાં ભીષણ આગ, રમકડાની બેટરી બ્લાસ્ટ થતા 3 ફાયરકર્મી દાઝ્યા

Team News Updates

ચણિયાચોળી પર ઉતર્યો નવરાત્રી અને વર્લ્ડ કપના રોમાંચનો રંગ, અમદાવાદના ડિઝાઈનરે તૈયાર કરી ‘વર્લ્ડકપ ચણિયાચોળી’

Team News Updates

બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સાવધાન:GSEB દ્વારા 33 ગુના માટે 33 સજા જાહેર; પરિણામ રદ કરવાથી લઈ પોલીસ ફરિયાદ પણ થઈ શકે, જાણો વિગતવાર

Team News Updates