પ્રખ્યાત ફ્રેંચ ફૂટબોલર કિલિયન એમબાપ્પે હવેથી પીએસજીનો ભાગ નહીં બને. તેણે વીડિયો જાહેર કરીને કહ્યું છે કે કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ તે તેને વધુ લંબાવશે નહીં. પીએસજીએ તેની સાથે 2017માં 180 મિલિયન યુરોનો કરાર કર્યો હતો. ફૂટબોલ ઈતિહાસની આ સૌથી મોટી ડીલ હતી.
ફેમસ ફ્રેંચ ફૂટબોલર કિલિયન એમબાપ્પે ક્લબ પેરિસ સેન્ટ-જર્મન (PSG) સાથેના સંબંધોનો અંત લાવ્યો છે. તેણે એક વીડિયો જાહેર કરીને આ નિર્ણયની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે આ ક્લબ માટે તેનું આ છેલ્લું વર્ષ છે અને કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ તે આ ક્લબનો ભાગ નહીં હોય.
25 વર્ષીય એમબાપ્પેએ સાત વર્ષ બાદ ફ્રેન્ચ ક્લબ PSG સાથેના સંબંધોનો અંત લાવ્યો છે. આ ક્લબમાંથી તેની વાર્ષિક કમાણી લગભગ 1600 કરોડ રૂપિયા હતી. તેણે તેના સાથી ખેલાડીઓ, સંચાલકો અને તમામ સ્ટાફનો આભાર માન્યો હતો.
કિલિયન એમબાપ્પેએ ફ્રાન્સની મોનાકો ક્લબ સાથે વ્યાવસાયિક ફૂટબોલની શરૂઆત કરી હતી. 2017 માં, જ્યારે તેણે માત્ર 18 વર્ષની ઉંમરે લીગ 1 ટ્રોફી જીતી, ત્યારે PSGએ તેને ઓફર કરી અને ત્યારથી આ ક્લબ સાથે છે.
તમને જણાવી દઈએ કે 2017માં પીએસજીએ રેકોર્ડ 180 મિલિયન યુરો એટલે કે અંદાજે 1600 કરોડ આપીને એમબાપ્પેને મોનાકોમાંથી પોતાના ક્લબમાં સામેલ કર્યો હતો. ફૂટબોલ ઈતિહાસમાં આ બીજી સૌથી મોટી ડીલ હતી. PSGએ નેમારને બાર્સેલોનાથી લાવવા માટે 222 મિલિયન યુરો આપ્યા હતા.
ચેમ્પિયન્સ લીગમાં પીએસજીની હાર બાદ કિલિયન એમબાપ્પેનો આ નિર્ણય આવ્યો છે. અહેવાલો અનુસાર, હવે તે સ્પેનની ટોચની ફૂટબોલ લીગ લા લીગામાં રમવા જઈ શકે છે. સ્પેનિશ મીડિયાએ દાવો કર્યો છે કે આ માટે તેણે રિયલ મેડ્રિડ સાથે કરાર પણ કર્યો છે. તમને જણાવી દઈએ કે રિયલ મેડ્રિડ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં પહોંચી ગયું છે. આ પહેલા રિયલ મેડ્રિડ 14 વખત આ ટાઈટલ જીતી ચૂક્યું છે.