News Updates
AMRELI

Amreli:શ્વાન પાછળ દીપડો પણ કૂવામાં ખાબકતાં બંનેના મોત,ધારીના વાવડીમાં શ્વાન પાછળ દીપડાએ દોટ મૂકી

Spread the love

અમરેલી જિલ્લામાં સિંહોની સાથે સાથે દીપડાઓની પણ સંખ્યા વધી રહી છે. શિકાર માટે સિંહ-દીપડા ગ્રામ્ય વિસ્તારમાં આવી રહ્યા છે. ક્યારે શિકાર કરવા જતાં દીપડાઓ ખુદ શિકાર થઇ જાય છે. આવી જ એક ઘટના સામે આવી છે ધારીના વાવડી ગામમાંથી..જ્યાં શ્વાનનો શિકાર કરવા જતાં દીપડો ખુદ શિકાર બની ગયો છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામ નજીક એક ખેડૂતની વાડી વિસ્તારમાં મોડી રાતે દીપડો આવી ચડ્યો હતો. જેણે શ્વાનનો શિકાર કરવા શ્વાન પાછળ દોડ મૂકી હતી. આ દરમિયાન ભાગતાં ભાગતાં શ્વાન જીવ બચાવવા ખુલ્લા કૂવામાં ખાબકી જતા પાછળ શિકાર કરવા આવેલો દીપડો પણ ઊંડા કૂવામાં ખાબકતાં બંનેના મોત થયા હતા.

આ ઘટનાની જાણ સ્થાનિક ખેડૂતો દ્વારા વનવિભાગને કરતા રેન્જ વનવિભાગની ટીમ દોડી આવી હતી અને પ્રથમ મૃત દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢાયો હતો. જેના મૃતદેહને પી.એમ.માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. હાલ પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દીપડાને બહાર કાઢવા વનવિભાગના કર્મચારીઓ સહિત સ્થાનિક ખેડૂતોએ પણ મદદ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.

અમરેલી જિલ્લામાં હજી પણ રૂલર વિસ્તારમાં ખુલ્લા કૂવાઓ રાખવાના કારણે સિંહ, દીપડા ,નીલગાય જેવા વન્યપ્રાણીઓ વાંરવાર કૂવામાં પડીમાં જવાની ઘટનાઓ સામે આવી રહી છે. વનવિભાગ દ્વારા વાંરવાર ખુલ્લા કૂવા ઢાંકવા માટેની અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં ખુલ્લા કૂવાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે આકાસ્મિત રીતે વન્યપ્રાણીઓ પડી જવાની ઘટનાઓ યથાવત છે.


Spread the love

Related posts

પીપાવાવ પોર્ટ હાઇવે પર સિંહ પરિવારની લટાર:મધરાતે રસ્તા પર આવી જતાં થોડીવાર માટે વાહનોનાં પૈડાં થંભી ગયાં.

Team News Updates

સૌરાષ્ટ્રમાં મેઘો મુશળધાર વરસ્યો:જૂનાગઢના વિસાવદરમાં માત્ર ચાર કલાકમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતોની જીવાદોરી સમાન ઓઝત-2 ડેમ ઓવરફ્લો

Team News Updates

અમરેલીના સાવરકુંડલામાં મન મુકીને વરસ્યા મેઘરાજા, છલાકાયા નદી-નાળા, ઓશો સાગર ડેમ ઓવરફ્લો

Team News Updates