મહેસાણાના લીંચ નજીક એક એસિડ ભરેલું ટેન્કર પલટી ખાઈ જવાની ઘટના સામે આવી છે. ટેન્કર પલટી જવાની ઘટનામાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે. ટેન્કર પલટી ખાઈ જવા બાદ તુરત જ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતુ. ટેન્કરમાં આગને પગલે મહેસાણા નગર પાલિકા અને ઓએનજીસીની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
મહેસાણાના લીંચ નજીક એક એસિડ ભરેલું ટેન્કર પલટી ખાઈ જવાની ઘટના સામે આવી છે. ટેન્કર પલટી જવાની ઘટનામાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે. ટેન્કર પલટી ખાઈ જવા બાદ તુરત જ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતુ. ટેન્કરમાં આગને પગલે મહેસાણા નગર પાલિકા અને ઓએનજીસીની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે બંને ટીમો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આગને પગલે માર્ગ પરની અવરજવરને પણ બંધ કરી દેવામાં આવી હતી. આગ કાબૂમાં ના આવે ત્યાં સુધી માર્ગનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. એસિડ ભરેલું ટેન્કર હોવાને લઈ ફાયરની ટીમો દ્વારા સાવચેતીના પગલાં હાથ ધરાયા હતા અને આગને કાબૂમાં લઈ સલામતી માટેની કાર્યવાહી હાથ ધરી હતી.