News Updates
GIR-SOMNATH

 સિંહે કુંડામાં પાણી પી તરસ છિપાવી,7થી 8 સિંહના ધામા,ઉનાના નાઠેજ સુલતાનપુર વિસ્તારની ઘટના 

Spread the love

ઉનાના નાઠેજ અને સુલતાનપુર ગામની સીમમાં સાતથી આઠ સિંહોના ધામા નાખતા આ વિસ્તારના સીમ વાડી વિસ્તાર તેમજ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું તેમજ રાત્રિના સમયે એક દીપડો રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો ભયભીત થઈ ગયા હતા.

જોકે અગાઉ અઠવાડિયા પહેલાં ઉનામાં ભાવનગર રોડ પર આવેલા રોકડીયા હનુમાન મંદિર નજીક રસ્તા પર જ ચાર સિંહ પરિવાર પોતાના બચ્ચાં સાથે એક પશુનું મારણ કર્યુ હતું અને રસ્તાની સાઈડમાં મિજબાની માણી હતી. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો એકઠાં થઈ જતાં વનવિભાગને જાણ કરતા સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.

ઉનાના સુલતાનપુર અને નાઠેજ સીમ વિસ્તારમાંમાં છેલ્લા ઘણા સમયથી સિંહોએ વસવાટ કરી લીધો હોય તેમ અવાર નવાર આ વિસ્તારમાં સાતથી આઠ સિંહો નાઠેજ ગામની વાડીમાં આવી ચડ્યા હતા. હાલની અસહ્ય ગરમી ઉકળાટમાં ખેડૂતના ખેતરમાં પાણી ભરેલ કુંડામાં સિંહે પાણી પી તરસ છીપાવી હતી. બાદમાં નજીક ખેતરમાં આરામ ફરમાવ્યું હતું. નાઠેજ-સુલતાનપુર રોડ પર સમી સાંજના સમયે દીપડો રોડ ઉપર દેખાતા ખેડૂતોમાં અને ત્યાંથી નીકળતા વાહન ચાલેકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે હાલમાં અસહ્ય ગરમી છે ત્યારે, વન્ય પ્રાણીઓ પણ ઠંડક શોધવા માટે સમી સાંજે અને રાત્રિના સમયે અલગ અલગ ગ્રામ્ય તેમજ સીમ વાડી વિસ્તારમાં નીકળી જતા હોય છે.


Spread the love

Related posts

સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદમાં ઇકો ક્લબ ની પ્રવૃત્તિના ભાગરૂપે શાળાના ઇકો ક્લબ અધ્યક્ષ દ્વારા એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

Team News Updates

સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં કાયમી ધોરણે થર્ડ એસી ઇકોનોમી કોચ લગાડવવામાં આવશે

Team News Updates

ગંગા દશેરા પર્વે સોમનાથ તીર્થમાં ત્રિવેણી તટ પર મહાપૂજા અને સંધ્યા આરતી કરવામાં આવશે

Team News Updates