News Updates
RAJKOT

RAJKOT:તમામ ગેમ ઝોનને લગતા દસ્તાવેજો અને નિયમાવલી લઈને હાજર થવા આદેશ,ગુજરાત હાઈકોર્ટે કહ્યું- આ માનવસર્જિત ડિઝાસ્ટર

Spread the love

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને ફાયર Pilનાં કોર્ટ મિત્ર અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી. રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગી, અનેકના મોત થયા, સ્થિતિ એવી સર્જાઈ કે, કોઈના મૃતદેહ પણ ઓળખી શકાય તેવી હાલતમાં નહોતા. અગાઉ ગુજરાત હાઈકોર્ટે ફાયર NOC મામલે હુકમ કર્યા છે. પરંતુ તેનું પાલન નથી કરવામાં આવી રહ્યું.

ગુજરાત હાઈકોર્ટે રાજકોટના ગેમ ઝોન ફાયરના બનાવને ખુબજ ગંભીરતાથી લઈને સુઓમોટો તરીકે લીધી છે. પબ્લિક ઈન્ટ્રેસ્ટ લિટિગેશન તરીકે સુઓમોટો નોંધવા હાઈકોર્ટના રજિસ્ટ્રારને આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારને ગેમ ઝોનને લગતા તમામ દસ્તાવેજો અને નિયમાવલી લઈને આવતીકાલ સોમવારે હાઈકોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટનાજસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની ખંડપીઠમાં રાજકોટ ગેમ ઝોનને લગતી સુઓમોટોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને ફાયર Pilનાં કોર્ટ મિત્ર અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી. રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગી, અનેકના મોત થયા, સ્થિતિ એવી સર્જાઈ કે, કોઈના મૃતદેહ પણ ઓળખી શકાય તેવી હાલતમાં નહોતા. અગાઉ ગુજરાત હાઈકોર્ટે ફાયર NOC મામલે હુકમ કર્યા છે. પરંતુ તેનું પાલન નથી કરવામાં આવી રહ્યું. રાજકોટમાં જે બનાવ સામે આવ્યો તે ગેમ ઝોનમાં રાજકોટ ફાયર વિભાગે કોઈ જ મંજૂરી આપી ન હતી. મંજૂરી વગર જ ધમધમતુ હતું ગેમ ઝોન.

સુનાવણી દરમિયાન વધુમાં કહેવામા આવ્યું હતું કે, ઓથોરિટીની ગંભીર બેદરકારીનાં કારણે આ બનાવ બન્યો છે. રેસીડેન્સી પ્લોટમાં આ ગેમ ઝોન ચાલતું હોવાની પણ વાત સામે આવી છે. આ ગેમ ઝોનમાં ઇમરજન્સી દરવાજા સહિતની બાબતોનો પણ અભાવ હતો. ફાયરનાં જે સાધનો હતા તે શોભાના ગાંઠિયા સમાન હતા. જે પંપ લાવવામાં આવ્યા હતા તે પણ કાર્યરત ન હતા. અમદાવાદના સિંધુ ભવન અને એસ પી રીંગ રોડ પર ચાલતા ગેમ ઝોન પણ ભયજનક હોવાનું હાઈકોર્ટે નોંધ્યું છે.

ગુજરાત હાઈકોર્ટે તમામ મુદ્દાઓને ધ્યાને લઈને ગુજરાત સરકાર અને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગરપાલિકા પાસે જરુરી ખુલાસો માગ્યો છે. કયા નિયમો ગેમ ઝોન માટે બનાવવામાં આવ્યા છે. ફાયરના નિયમો અંગે પણ જરૂરી ખુલાસો કરવા જણાવાયું છે. આવતીકાલ સોમવારે તમામને યોગ્ય દસ્તાવેજો અને નિયમાવલી લઈ કોર્ટમાં હાજર થવા આદેશ કરાયો છે.


Spread the love

Related posts

 RAJKOT:લાઈસન્સ વિનાના 19 ધંધાર્થીને નોટિસ:ભાવનગર રોડ પર ગ્રીન પાલક પંજાબી એન્ડ ચાઇનીઝમાં 9 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

Team News Updates

2 મહીનાનો પ્લાન, 30 મિનિટમાં અંજામ:રાજકોટના વૃદ્ધાને બંધક બનાવી 15.21 લાખ લુંટ્યા, પોલીસને ગોટે ચડાવવા જૂનાગઢ ગયા’ને ખુદ જાળમાં ફસાયા

Team News Updates

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સિઝન-3:ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચમાં સોરઠનાં કેપ્ટન ચિરાગ જાનીની ફીફ્ટી એળે ગઈ, કચ્છ વોરિયર્સની 30 રનથી જીત

Team News Updates