News Updates
GUJARAT

દરિયો ન ખેડવા સૂચના માછીમારોને: વલસાડ જિલ્લાના માછીમારોને એલર્ટ કરાયા,2 જૂન સુધી ભારે પવન ફૂંકાવાની આગાહી,અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા 

Spread the love

અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા હવામાનમાં અસર જોવા મળી રહી છે. જેને લઈને દેશના સૌથી મોટો દરિયો ધરાવતા ગૃજરાત રાજ્યમાં પણ અસર જોવા મળશે. રાજ્ય હવામાન વિભાગે અરબી સમુદ્ર કિનારે આવેલ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. સાથે દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. નજીકના બંદર ઉપર બોટ લાંગરી દેવા માટે સૂચના આપવા આવી આવી છે. રાજ્ય હવામાન વિભાગે સમુદ્ર કિનારે આવેલ વિસ્તારોમાં 70થી 80 કિમિ ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દરિયા કિનારે વસતા લોકોને જરૂરી તકેદારી રાખવા વલસાડ વહીવટી તંત્રએ સૂચના આપી છે.

રાજ્ય હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આવેલા 1600 કિલોમીટરના દરિયા કિનારે વિસ્તારમાં સામાન્ય કરતા વધુ ઝડપે પવન ફૂંકાવવાની આગાહી આપી છે. જેને લઈને વલસાડ જિલ્લાના વહીવટી તંત્રએ ફિશરીઝ વિભાગની મદદ લઈને વલસાડ જિલ્લાના નોંધાયેલી 1500 જેટલી બોટના સંચાલકો અને માછીમાર સમાજના આગેવાનો અને અગ્રણીઓને 2જી જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જો કોઈ બોટ દરિયામાં હોય તો નજીકના બંદરે લાંગરી દેવા સૂચના આપવામાં આવે છે. માછીમારોને 15 ઓગષ્ટ બાદથી 31મી મેં સુધી માછીમારી કરવાની પરમિશન આપવામાં આવતી હોય છે. 1લી જુનથી માછીમારો બોટ લાંગરી બોટમાં રીપેરીંગ કામગીરી હાથ ધરતા હોય છે. ચાલુ સમયે હવામાન ખરાબ રહેતા તમામ માછીમારોને માછીમારીની સીઝનના 2 દિવસ પહેલા માછીમારી.બંધ કરવા સૂચના આપવામાં આવી છે.

અરબી સમુદ્ર કિનારે આવેલા વિસ્તારોમાં 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે. સતર્કતાના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃતિ આપવામાં આવી રહી છે. સાથે દરિયા કિનારે વસતા લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા 70 કિલોમીટરના અરબી સમુદ્રના વિસ્તારોમાં આવેલા 34 ગામોમાં રહેતા લોકોને સતર્ક રહેવા આપીલ કરી છે. વલસાડ જિલ્લાના દાંતી, કકવાડી, કોસંબા, તિથલ સહિતના 34 ગામોમાં રહેતા લોકોને સતર્ક કરી જરૂરી સાવચેતીઓ લેવા અંગે જાગૃત કરવામાં આવ્યા છે.


Spread the love

Related posts

વિશ્વ રેકોર્ડ તરફ પ્રયાણ જામનગરમાં દગડુંશેઠ ગણેશ મહોત્સવમાં 551 મીટરની ગણપતિજીની હાલારી પાઘડી અને 11,111 લાડુ 

Team News Updates

રાજકુમારી હતી મંથરા દાસી નહીં ,દાસી જેવું જીવન  વિતાવ્યું શા માટે?

Team News Updates

Jamnagar: CCTV, આંતક આખલાનો  એક વૃદ્ધને અડફેટે લઈ પછાડી દીધા, નાઘેડી પાસે આખલાએ,જમીન પર પડકાતાં વૃદ્ધને ઈજા પહોંચી

Team News Updates