News Updates
AHMEDABAD

GUJARAT:બોમ્બ હોવાની ધમકી ! દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈમાં, ઈમરજન્સી લેન્ડિંગ  કરાયું અમદાવાદ એરપોર્ટ પર

Spread the love

દિલ્હીથી મુંબઈ જઈ રહેલી આકાસા એર ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ઉડતા ફ્લાઈટનો રૂટ બદલવામાં આવ્યો હતો જે બાદ ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. બોમ્બ હોવાની અફવા ફેલાતા ફ્લાઈટમાં અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. જે બાદ ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી.

અમદાવાદમાં ફ્લાઈટ લેન્ડ થતા જ ડોગ સ્ક્વોર્ડને દ્રારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.મુસાફરોના સામાનની હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાથી ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી હતી, જે બાદ તેનું અમદાવદમાં ઈમરજન્સની લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ.

મળતી માહિતી મુજબ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ તમામ સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક એરપોર્ટ પર પહોચવા માટે કહેવામાં આવ્યું હતુ. જેમાં બોમ્બ વિસ્ફોટ ટીમ દ્વારા અને ડોગ સ્કવોડ ટીમની તપાસ બાદ સામે આવ્યું છે કે કોઈના પણ સામાન કે ફ્લાઈટમાંથી એવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ સાથે હજુ પણ તપાસ ચાલુ છે ત્યારે આ અંગે બોમ્બ હોવાનો કોલ મળ્યો હતો ત્યારે આ કોલ કરનાર વ્યક્તિ કોણ છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.

આ અગાઉ દિલ્હીથી વડોદરા આવી રહેલી ફ્લાઈટમાં પણ બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી જે બાદ યાત્રીકો ફ્લાઈટની બારીમાંથી ઉતરી પડ્યા હતા. આ અફવા ફેલાતા NSG કમાન્ડો, CISF, તેમજ સ્થાનીક પોલીસ બૉમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતુ. યાત્રીના જણાવ્યા અનુસાર 10 કિલોમીટર દૂર ફ્લાઈટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી.

બોમ્બના સમાચાર મળતાં જ દિલ્હીથી મુંબઈ જઈ રહેલી આકાસા એરની ફ્લાઈટનો રૂટ બદલીને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.


Spread the love

Related posts

અમદાવાદના બજેટમાં 1461 કરોડનો વધારો:20 કરોડના ખર્ચે કમળની થીમ પર લોટસ ગાર્ડન બનશે, ધાર્મિક સંસ્થાઓમાં પ્રાથમિક સુવિધા માટે 25 કરોડ ફાળવ્યા

Team News Updates

100 દિવસમાં લક્ષ્યાંક હાંસલ કરાશે,શહેરીજનો ઉપાડે તેવું આયોજન કર્યું,AMCએ વૃક્ષારોપણની જવાબદારી અધિકારીઓ, કર્મચારીઓ:થ્રી મિલિયન ‘ટ્રી’ અભિયાન

કંપની સેક્રેટરીના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો ડંકો, ટોપ-10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓ

Team News Updates