આઈસીસીએ ટી20 વર્લ્ડકપ 2024 માટે પ્રાઈઝમનીની જાહેરાત કરી છે. આ વખતે વિજેતા સિવાય 20માં સ્થાન પર રહેનારી ટીમને ઈનામના રુપમાં કરોડો રુપિયા મળશે.આ વખતે ટીમ ચેમ્પિયન બનશે તો તેને ઈનામના રુપમાં 20.4 કરોડ રુપિયાનું ઈનામ આપવામાં આવશે.
T20 વર્લ્ડ કપ 2024 માટે પ્રાઈઝ મની
- વિજેતા: અંદાજે રૂ. 20.36 કરોડ
- રનર-અપ: રૂ. 10.64 કરોડ
- સેમી-ફાઇનલ: રૂ. 6.54 કરોડ
- બીજા રાઉન્ડમાંથી બહાર થવા પર : 3.17 કરોડ રુપિયા
- 9માથી 12મા સ્થાને રહેલી ટીમઃ 2.05 કરોડ રૂપિયા
- 13માથી 20મા ક્રમે રહેલી ટીમઃ 1.87 કરોડ
- પ્રથમ અને બીજા રાઉન્ડમાં જીતનારી ટીમ: 25.89 લાખ
અત્યાર સુધીનો સૌથી મોટો T20 વર્લ્ડ કપ
આ વખતે ટીમ ચેમ્પિયન બનશે તો તેને ઈનામના રુપમાં 20.4 કરોડ રુપિયાનું ઈનામ આપવામાં આવશે. ICCએ સોમવારે કહ્યું કે વિજેતા ટીમને 20.36 કરોડ રૂપિયા (US$2.45 મિલિયન) મળશે. અગાઉના T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમને આટલા પૈસા મળ્યા ન હતા. આ વર્ષે આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 20 ટીમો રમી રહી છે. આ કારણે તેને અત્યાર સુધીનો સૌથી મોટો T20 વર્લ્ડ કપ કહેવામાં આવી રહ્યો છે. ફાઇનલમાં હારનાર ટીમને રૂ. 10.64 કરોડ (US$ 1.28 મિલિયન)થી સંતોષ માનવો પડશે. સેમિફાઇનલ રમીને બહાર થનારી ટીમોને રૂ. 6.54 કરોડ (787,500 યુએસ ડોલર) મળશે.
ટોટલ પ્રાઈઝમની કરોડો રુપિયા
સુપર 8માં આવનારી ટીમને 3.2 કરોડ રુપિયા મળશે. આ સીઝનમાં જે ટીમ 9થી લઈ 12માં સ્થાન પર રહેશે. તે ટીમને 2.05 કરોડ રુપિયા મળશે. તેમજ 13થી 20માં સ્થાને રહેનારી ટીમને 1.8 કરોડ રુપિયા મળશે. એટલે કે, આ ટૂર્નામેન્ટમાં જે પણ ટીમ ભાગ લઈ રહી છે કોઈ ખાલી હાથ જશે નહિ.તેમજ આઈસીસીએ મેચ જીતનારી દરેક ટીમને 26 લાખ રુપિયા અલગથી આપવાની પણ જાહેરાત કરી છે. જે ઈનામી રકમથી અલગ હશે. આઈસીસીની ટોટલ પ્રાઈઝમની આ વખતે 93.5 કરોડ રુપિયા છે.