News Updates
INTERNATIONAL

1300 કરોડના ખર્ચે બની રહેલી ઇમારત તબાહ,અમેરિકામાં ભીષણ આગના લીધે ભારે નુકસાન

Spread the love

અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના રેડ વૂડ સિટીમાં એક નિર્માણ હેઠળની ઇમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ ભારે નુકસાન થયું છે. આગ ફાટી નીકળ્યા બાદ આસપાસની અનેક ઇમારતોમાં આગ ફેલાઇ ગઇ હતી. આગના કારણે 1300 કરોડના ખર્ચ સાથે બની રહેલી ઇમારત પૂર્ણ રીતે નાશ પામી હતી.

વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે પેસિફિક એવન્યુ અને કેલ્વિન એવન્યુ સહિત બે કિમીના સમગ્ર વિસ્તારને ખાલી કરાવીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લીધા હતા.અધિકારીઓના કહેવા મુજબ સવારે 10.15 વાગે પાંચમા માળે આગ ફાટી નીકળી હતી.

તીવ્ર પવનના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયરબ્રિગેડની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગના કારણે પરિવહન સેવાને પણ બંધ કરવાની ફરજ પડી હતી.


Spread the love

Related posts

લંડનમાં ભારતીય વિદ્યાર્થીનીની બ્રાઝિલિયન વ્યક્તિએ ચાકુ મારીને કરી હત્યા

Team News Updates

શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે PM મોદીને મળ્યા:મોદીએ કહ્યું- મુશ્કેલ સમયમાં અમે શ્રીલંકાની સાથે છીએ; UPIના ઉપયોગ પર સમજુતી થઈ

Team News Updates

રશિયામાં પરમાણુ સબમરીન અને યુદ્ધ જહાજોનું પ્રદર્શન:પુતિને નેવી ડે પર 30 નવા યુદ્ધ જહાજોની જાહેરાત કરી; નેવીના 3 હજાર જવાનોએ રેલી યોજી

Team News Updates