News Updates
AHMEDABAD

Ahmedabad:2024નું આયોજન ઓમકાર પ્રીમિયર લીગ વસ્ત્રાલની ઓમકાર હાઈટ્સ સોસાયટીમાં

Spread the love

તહેવારોની ઉજવણી અને એકતા માટે જાણીતી છે એવી વસ્ત્રાલ સ્થિત ઓમકાર હાઈટ્સ સોસાયટીમાં આજ રોજ OPL 2024 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. OPL 2024માં શિવાજી, ચંદ્રગુપ્ત, અશોક અને પ્રતાપ એવા આપણા શૂરવીરોના નામ પરથી અલગ અલગ ટીમોના નામ રાખવામાં આવ્યા હતા.

ટુર્નામેન્ટના અંતે બાળકોને ટ્રોફી અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચંદ્રગુપ્ત ટીમ ફાઇનલ વિનર રહી હતી. જેમણે સોસાયટીના રેશ્મા પટેલના હાથે ફાઇનલ કપ આપી પ્રોત્સાહિત કર્યા હતા. શિવાજી ટીમ રનર અપ રહી હતી તેમને પણ સોસાયટીના જ્યોત્સનાબેન દ્વારા રનર અપ ટ્રોફી આપવામાં આવી હતી.

આ ઉપરાંત મેન ઓફ ધ મેચ, મેન ઑફ ધ સિરીજ પણ જાહેર કરવામાં આવ્યા હતા. મેચના અમ્પાયરને પણ સોસાયટીના મંત્રી અશ્વિનભાઈ દ્વારા મેડલ પહેરવામાં આવ્યો હતો. આ સમગ્ર ટુર્નામેન્ટમાં સોસાયટીના દરેક સભ્યોનો સારો સાથ સહકાર રહ્યો હતો. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન સોસાયટીના નાના બાળકો અને ભૂતપૂર્વ ચેરમેન મયુર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.


Spread the love

Related posts

દુબઈથી સોનાની દાણચોરી કરતી ગેંગ ઝડપાઈ, જ્વેલર્સના વેપારી અને દંપતી સહિત 4ની ધરપકડ, 80 લાખનો મુદ્દામાલ જપ્ત

Team News Updates

શિક્ષણલક્ષી બે યોજનાનો CM હસ્તે પ્રારંભ:ધો. 9થી 12નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને રૂ. 50 હજાર, તો ધો. 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેનારને રૂ.25 હજારની સહાય ચૂકવાશે

Team News Updates

અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજનો 80 મો વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ યોજાયો

Team News Updates