મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રોજિંદા 20 હજાર ક્યુબીક મીટર કોંક્રિટનો ઉપયોગ થઈ રહ્યો છે. આ 20 હજાર ક્યુબીક મીટર કોંક્રિટથી 10 માળની બિલ્ડિંગ ઊભી કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો રોજ 10 માળની બિલ્ડિંગ ઊભી થાય તેટલું કોંક્રિટ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. આ સાથે જ અત્યાર સુધીમાં 78 લાખ કયૂબીક મીટર કોંક્રિટનો ઉપયોગ કરાઈ ચૂક્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લીધે સિમેન્ટ જેવા ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના 508 કિલોમીટર લાંબા રૂટમાં 12 રેલવે સ્ટેશન, 24 નદી-પુલ, 8 પર્વતીય સુરંગ અને એક સમુદ્રની નીચેની સુરંગનો સમાવેશ થાય છે. અત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
એલિવેટિડ રોડ તૈયાર થઈ રહ્યો છે. આ સાથે જ ટ્રેકની બંને તરફ પવન અવરોધક દીવાલ પણ ઊભી કરાઈ રહી છે. સુરતના અંત્રોલી પાસે ડાયમંડ આકારનું સ્ટેશન ડેવલોપ થઈ રહ્યું છે. ફ્લોરની સાથે શેડની કામગીરી ચાલી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચાલી રહેલી કામગીરીમાં રોજિંદા 20 હજાર ક્યૂબીક મીટર કોંક્રિટનો ઉપયોગ થઈ રહ્યો છે. આ 20 હજાર ક્યુબીક મીટર એટલે 10 માળની બિલ્ડિંગ બનાવી શકાય. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી 78 લાખ ક્યૂબીક મીટર કોંક્રિટનો ઉપયોગ થઈ ચૂક્યો છે. બુલેટ ટ્રેનમાં રોજિંદા હજારો કામદારોને રોજગારી આપવામાં આવી રહી છે.
ગુજરાત અને મહારાષ્ટ્રના વિભિન્ન ભાગોમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. વીતેલા દોઢ વર્ષમાં તબક્કાવાર રીતે જિલ્લાઓમાં કામગીરી શરૂ થઈ છે. દરમિયાન દોઢ વર્ષથી બુલેટ ટ્રેન પ્રોજેકટમાં રોજિંદા 20 હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અહીયા યુ.પી, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કામદારો કામ કરી રહ્યા છે. જે કર્મચારીઓને ટ્રેનિંગની જરૂર હોય તેવા કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. સુરત સહિતના જિલ્લાઓમાં ટ્રેનિંગ સેન્ટરો પણ શરૂ કરાયા છે.