News Updates
PORBANDAR

વિદેશી દારૂ જપ્ત ટ્રકમાંથી પોણા ચાર લાખનો: ટ્રક ડ્રાઇવર ફરાર, પોરબંદરના રાણાબોરડી નજીકથી વિદેશી દારૂ ઝડપાયો

Spread the love

પોરબંદર જિલ્લાના તાલુકાના રાણાવાવ તાલુકાના રાણાબોરડી વિસ્તારમાંથી પોરબંદર LCBને મળેલી બાતમી આધારે પોરબંદર જિલ્લામાં દારુ ધુસાડવાનુ કાવતરુ નિષ્ફળ બન્યુ છે. પોરબંદર એલસીબીની સર્તકતા કારણે 80 બોક્સ અને 960 બોટલો મળી આવી હતી. જો કે હજુ ટ્રક ડ્રાઇવર હાથ લાગ્યો નથી.

પોરબંદર એલસીબીના જણાવ્યા મુજબ, પોરબંદર જિલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા આપેલ સુચનાઓ તથા માર્ગદર્શન અન્વયે એલ.સી.બી.ના પીએસઆઇ આર કે કાંબરીયા તથા એલ સી બી સ્ટાફના માણસો રાણાવાવ પોસ્ટે વિસ્તાર પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી હેડ કોન્સટેબલ હીમાંશુભાઇ મક્કા તથા ગોવિંદભાઈ મકવાણા તથા કોન્સટેબલ નટવરભાઇ ઓડેદરાને સંયુકત રીતે મળેલી હકીકત આધારે, બોરડી ગામથી જામસખપુર ગામ તરફ જતા જાહેર રસ્તામાં આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982માં ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટીંગ થવાનું હોવાની હકિકત આધારે રેઇડ કરતા આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982 નો મળી આવેલ જેની ઝડતી તપાસ કરતા ટ્રકમાં કોઇ હાજર મળી આવેલ નહીં પરંતુ ટ્રકની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની શીલપેક કાચની બોટલો ભરેલ પુઠ્ઠાના બોક્ષ નંગ-80બોટલો નંગ-960 કિં.રૂ.3,84,000નો મુદામાલ તથા મળી આવેલ આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982 કિ.રૂ.4,40,000 મળી કુલ કિ.રૂ.7.84,000 મળી આવતા આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982ના ચાલક વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજી. કરવામાં આવ્યો છે. જોકે આ દરોડા દરમ્યાન ટ્રક ડ્રાઇવર નાશી જવામાં સફળ રહ્ય હતો.


Spread the love

Related posts

Porbandar:હરિ મંદિરમાં આંબા મનોરથનું આયોજન, શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીએ લગ્નની વર્ષગાંઠની સેવાકાર્યથી ઉજવણી

Team News Updates

173 કિલો ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા પોરબંદર નજીક બોટમાંથી; કોસ્ટગાર્ડ, ATS અને NCBનું સંયુક્ત ઓપરેશન

Team News Updates

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates