News Updates
NATIONAL

Ola Electric Bike હવે આવી રહ્યું છે Ola Scooter બાદ

Spread the love

ઈલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરનાર ઓલા ઈલેક્ટ્રિક હવે ગ્રાહકો માટે માર્કેટમાં નવી ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી શકે છે. તાજેતરમાં Ola કંપનીના CEO અને સ્થાપક ભાવિશ અગ્રવાલે તેમના સત્તાવાર X (Twitter) એકાઉન્ટ પરથી એક ટીઝર ઇમેજ શેર કરી છે.

આ ટીઝર ઈમેજમાં એક બેટરી દેખાઈ રહી છે, જેના વિશે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બેટરી વાઈબ્રન્ટની આવનારી ઓલા ઇલેક્ટ્રિક મોટરસાઈકલની હોઈ શકે છે. થોડા સમય પહેલા કંપનીએ જણાવ્યું હતું કે કંપની ચાર ઈલેક્ટ્રિક બાઇક મોડલ Diamondhead, Roadster, Adventure અને Cruiser પર કામ કરી રહી છે.

ટીઝરની તસવીર શેર કરવાની સાથે ભાવિશ અગ્રવાલે તસવીર સાથે એક કેપ્શન પણ આપ્યું છે, ‘વર્કિંગ ઓન સમથિંગ’. ગયા વર્ષે ઓગસ્ટમાં, ઓલાએ તેની પ્રથમ કોન્સેપ્ટ બાઇકનું પ્રદર્શન કર્યું હતું અને તે સમયે કંપનીએ વચન આપ્યું હતું કે કંપની 2024ના અંત સુધીમાં નવી બાઇક લોન્ચ કરી શકે છે.

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કંપની આગામી મહિને 15મી ઓગસ્ટના રોજ નવી બાઈક લોન્ચ કરી શકે છે. ગયા વર્ષે ઓલાએ ઓગસ્ટમાં ગ્રાહકો માટે એન્ટ્રી લેવલનું ઇલેક્ટ્રિક સ્કૂટર Ola S1X લોન્ચ કર્યું હતું.

 આ આવનારી બાઇક કંપનીનું ફ્લેગશિપ મોડલ હોઈ શકે છે, જેમાં ડાયમંડ શેપ્ડ ફ્રન્ટ લુક, લો-સ્લંગ ક્લિપ-ઓન, હોરિઝોન્ટલ LED સ્ટ્રીપ અને હિડન LED હેડલેમ્પ પોડ્સ જેવી ડિઝાઇન હશે.

આ બાઇકનું નામ દર્શાવે છે કે, આ બાઇકને એવા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે જેઓ એડવેન્ચર રાઇડ્સ પસંદ કરે છે. આ બાઇકના આગળના ભાગમાં LED DRL, લાઇટ પોડ્સ, સારું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને મોટા મિરર્સ આપવામાં આવી શકે છે.

આ બાઇકને DRL અને LED હેડલેમ્પ્સ, લાંબી ફ્યુઅલ ટાંકી, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ અને LED ટેલ-લેમ્પ જેવી ડિઝાઇન સાથે લોન્ચ કરી શકાય છે.


Spread the love

Related posts

9 વર્ષમાં નોકરીનું સ્વરૂપ ઝડપથી બદલાયું, દેશમાં સ્ટાર્ટઅપની નવી ક્રાંતિ આવી, રોજગાર મેળામાં PM નરેન્દ્ર મોદીનું નિવેદન

Team News Updates

સદનસીબે કોઈ જાનહાનિ નહીં:અમદાવાદના પાલડીમાં ફ્લેટના પાર્કિંગમાં વહેલી સવારે આગ, 15 જેટલા ટુ-વ્હીલર અને ત્રણ એસી બળીને ખાખ

Team News Updates

વડાપ્રધાન પદના શપથ કેમ લેશે ? 8 જૂને જ

Team News Updates