આઈપીએલ 2024ની સીઝન શાનદાર રહી છે. આ સીઝનમાં કેટલાક એવા રેકોર્ડ બન્યા છે જેને તોડવા ખુબ જ મુશ્કિલ છે. આઈપીએલ 202માં એક ટી20 મેચમાં સૌથી વધારે સિક્સ સિવાય સૌથી મોટો સ્કોર , સૌથી વધુ રન ચેન્જ, સૌથી વધારે 200 કે પછી વધારે સ્કોર જેવા અનેક રેકોર્ડ સામેલ છે.
આઈપીએલ 2024 સીઝન પૂર્ણ થઈ ચુકી છે અને રવિવારના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થયો હતો. ખિતાબી મુકાબલામાં કેકેઆરે હૈદરાબાદને 8 વિકેટથી હાર આપી ત્રીજી વખત ટ્રોફી જીતી હતી. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં કોલકાતા નાઈટરાઈડર્સે છેલ્લો ખિતાબ 2014ની સીઝનમાં જીત્યો હતો અને 10 વર્ષ બાદ ટીમ પોતાનું સપનું પૂર્ણ કરી લીધું છે.
આ વર્ષનો એવોર્ડ સમારોહ કંઈક ખાસ હતો કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પ્રથમ વખત પીચ અને ગ્રાઉન્ડ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમે એવોર્ડ જીત્યો અને ઈનામ તરીકે રૂ. 50 લાખ મળ્યા હતા.
છેલ્લા 2 વર્ષની જેમ આ વર્ષે પણ આઈપીએલ જીતનારી ટીમને 20 કરોડ રુપિયા તેમજ ફાઈનલમાં હારનારી ટીમના ઈનામમાં કોઈ વધારો થયો નથી. ગત વર્ષ આ ઈનામ 12.5 કરોડ હતું. કોલકાતા નાઈટ રાઈડર્સે ટ્રોફીની સાથે 20 કરોડ રુપિયાનો ચેક પણ જીત્યો છે.
આઈપીએલમાં ચેમ્પિયનની સાથે અનેક એવોર્ડ પણ હોય છે. જે ખુબ ચર્ચામાં રહે છે, તો ચાલો જાણીએ વિજેતા થી લઈ રનરઅપને કેટલા રુપિયા મળ્યા છે, કયા ખેલાડીએ ક્યો એવોર્ડ જીત્યો છે.આ સીઝનમાં કેટલાક એવા રેકોર્ડ બન્યા છે જેને તોડવા ખુબ જ મુશ્કિલ છે.
આઈપીએલમાં એક ટી20 મેચમાં સૌથી વધારે સિક્સ સિવાય સૌથી મોટો સ્કોર , સૌથી વધુ રન ચેન્જ, સૌથી વધારે 200 કે પછી વધારે સ્કોર જેવા અનેક રેકોર્ડ સામેલ છે. આ સીઝનના રેકોર્ડ તોડવા મુશ્કિલ છે કારણ કે, આવતા વર્ષ મેગા ઓક્શન યોજાશે અને તમામ ટીમો લગભગ બદલી જશે.
- પિચ અને ગ્રાઉન્ડ એવોર્ડ હૈદરાબાદ ક્રિકેટ એસો પ્રાઈઝ મની 50 લાખ
- પર્પલ કેપ વિજેતા હર્ષલ પટેલને 10 લાખ
- ઓરેન્જ કેપ જીતનાર વિરાટ કોહલીને 10 લાખ
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન 10 લાખ સુનીલ નારાયણ
- ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન 10 લાખ નીતિશ રેડ્ડી
- ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઑફ ધ સિઝન 10 લાખ જેક ફ્રેઝર મેકગર્ક
- સિઝનના સુપર સિક્સ 10 લાખ અભિષેક શર્મા
- સિઝનના સુપર ફોર 10 લાખ ટ્રેવિસ હેડ
- ફેર પ્લે એવોર્ડ 10 લાખ સનરાઇઝર્સ હૈદરાબાદ
- કેચ ઓફ ધ સિઝનનો 10 લાખનો કેચ રમનદીપ સિંહ
- ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ 5 લાખમાં મિચેલ સ્ટાર્ક