News Updates
RAJKOT

5 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ Rajkot અગ્નિકાંડમાં , પ્રોહીબિશન એક્ટ નીચે ગુન્હો નોંધાયો

Spread the love

રાજકોટમાં ગેમિંગ ઝોનમાં લાગેલી આગના કારણે સમગ્ર રાજ્ય શોકમાં છે. 28 લોકોના મોત બાદ પરિવારજનોની હાલત ખરાબ છે અને રડી રહ્યા છે. આ ઘટના ઘટ્યા બાદ સીએમ તેમજ ગૃહમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

 રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનના માલિકો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ નીચે ગુન્હો નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ રાતે 3 કલાકે શરુ થયેલી SIT ની તપાસમાં CM અને ગૃહમંત્રીની સીધી નજર હેઠળ આજે સાંજ સુધીમાં વધુ કડક પગલા લેવાય તેવી શક્યતાઓ રહેલી છે.

સસ્પેન્ડ કરાયેલા પાંચ લોકોમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનર, એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનીયર અને બે સિનિયર પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કુલ મળીને 05 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે.

ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 28 લોકોના મોત થયા છે. આ કરૂણ અકસ્માતથી સમગ્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય આઘાતમાં છે. દરેક વ્યક્તિ મૃત્યુનો શોક વ્યક્ત કરી રહ્યો છે. ઘણા સંગઠનોએ ગેમિંગ ઝોનમાં આગમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કરવા માટે બંધની જાહેરાત કરી છે. સોમવારે શહેરમાં અડધા દિવસના બંધનું એલાન આપવામાં આવ્યું છે.


Spread the love

Related posts

લસણથી ભરપુર ચટાકેદાર ખાવાના શોખીનો સાવધાન, વધુ રૂપિયા ખર્ચવા તૈયાર રહેવુ પડશે

Team News Updates

RAJKOT:ડાયવર્ઝનનું કામ પુરજોશમાં,રાજકોટમાં નવો ફોરલેન બ્રિજ બનાવવા માટે જૂનો પુલ તોડવાની કામગીરી મે મહિનામાં શરૂ થશે

Team News Updates

RAJKOT: મહિલાઓએ રસ્તા વચ્ચે માટલા ફોડ્યા, પાણી બાબતે રણચંડી બનેલી મહિલાઓએ વિરોધ પ્રદર્શિત કર્યો

Team News Updates