સામાન્ય રીતે લીંબુનો વર્ષભર ઉપયોગ થતો હોય છે. પણ ઉનાળામાં લીંબુનો વપરાશ વધી થાય છે. ઉનાળામાં લીંબુ સરબત, લીંબુ સોડા, શેરડીનાં રસ વગેરેમાં લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ઉનાળામાં લીંબુની આવકમાં સામાન્ય ઘટાડો થતો હોય છે. આમ માંગમાં વધારો અને આવકમાં ઘટાડો થતાં લીંબુનાં ભાવ વધતા હોય છે. જોકે, હાલ લીંબુનાં ભાવ આસમાને પહોંચ્યા છે, તે માટે રિટેઈલ વેપારીઓની નફાખોરી જવાબદાર હોવાનો આરોપ હોલસેલ વેપારી દ્વારા લગાવાઈ રહ્યો છે. 60નાં હોલસેલ ભાવે વેચાતા લીંબુનાં રિટેઈલમાં રૂ. 150 લેવામાં આવી રહ્યા છે.
લીંબુનાં ભાવમાં વધારો થયો હોવાની વાત ખોટી છે. છૂટક વેચવાવાળાનાં કારણે ભાવ વધારો દેખાઈ રહ્યો છે. લીંબુની હોલસેલ બજારમાં રૂ. 10થી લઈને રૂ. 60 સુધીનો ભાવ છે. કાળાબજાર કે છૂટક વેપારીઓને કારણે રિટેઈલમાં ભાવો ઊંચા છે. છૂટક વેપારીઓ કિલોએ રૂ. 50 જેટલો ગાળો રાખતા હોય છે. જેના કારણે ભાવો વધ્યા છે. હોલસેલમાં સારામાં સારા લીંબુ રૂ. 20થી 60 સુધી વેચાય છે. જેના રિટેલમાં 100, 125 કે 150 રૂપિયા લેવામાં આવે છે.
લીંબુની આવક અંગે જણાવતા તેમણે કહ્યું કે, હાલમાં લીંબુની આવક ડબલ થઈ છે. ખેડૂતો જેવા હોય તેવા લીંબુ ઉતારીને વેચવા લાગ્યા હોવાથી આવકમાં વધારો થયો છે. ઉનાળામાં લીંબુની માંગ વધી છે એ સાચું છે. પરંતુ સામે આવકમાં પણ ખાસ્સો વધારો નોંધાયો હોય ભાવમાં ખાસ ફરક પડ્યો નથી. આગામી દિવસોમાં પણ લીંબુનાં ભાવ વધવાની ખાસ શક્યતા નથી. રાજકોટમાં મોટાભાગે હળવદ તેમજ ભાવનગરનાં લીંબુની આવક થતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. યાર્ડમાં લીલા અને પીળા લીંબુ આવી રહ્યાં છે. તેમજ દેશી લીંબુની આવક પણ જોવા મળી રહી છે.
ગુણોની દ્રષ્ટિએ લીંબુ ખૂબ જ લાભકારી છે. ઉનાળાની ઋતુમાં લીંબુનું શરબત બનાવીને પીવામાં આવે છે. લીંબુનો રસ સ્વાદિષ્ટ અને પાચક હોવાના કારણે સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી હોય છે. લીબું ખાટું હોવા છતાં ખૂબ ગુણકારી છે. ત્રિદોષ, વાયુ સંબંધી રોગો, મંદાગ્નિ, કબજિયાત અને કોલેરામાં લીંબુ વિશેષ ઉપયોગી છે. લીંબુમાં કૃમિ-જીવાણુનાશક અને સડો દૂર કરવાનો વિશેષ ગુણ છે. એ લોહી અને ચામડીના વિકારોમાં પણ લાભદાયક છે. લીંબુની ખટાશમાં ઠંડક ઉત્પન્ન કરવાનો વિશિષ્ટ ગુણ છે. એ આપણને ગરમીથી બચાવે છે. એમાં વિટામિન સી વધુ પ્રમાણમાં હોય છે. આથી રક્તપિત્ત, સ્કર્વી વગેરે રોગમાં એ અત્યંત લાભદાયક છે.
મોં સૂકાવું- તાવમાં ગરમીને લીધે મોંની અંદર લાળ ઉત્પન્ન કરનારી ગ્રંથિઓ જ્યારે લાળ ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે ત્યારે લીંબુનો રસ પીવાથી આ ગ્રંથિઓ સક્રિય બને છે.
પિત્ત પ્રકોપ- (ઉદરરોગ) પિત્તપ્રકોપથી થનારા રોગોમાં લીંબુ સર્વશ્રેષ્ઠ લાભકર્તા છે. અમ્લપિત્તમાં સામપિત્તનું પાચન કરવા માટે લીંબુના રસમાં સિંધવ મેળવીને આપવું. એ આફરો, ઊલટી, ઉદરકૃમિ, મળાવરોધ અને કંઠરોગને દૂર કરે છે.
અપચો, અરૂચિ- લીંબુના રસમાં સાકર અને મરીનો ભૂકો નાખી શરબત બનાવીને પીવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, ભોજન માટે રૂચિ પેદા થાય છે, આહારનું પાચન થાય છે.
પેટનો દુખાવો, મંદાગ્નિ- એક ગ્લાસ પાણીમાં બે ચમચી લીંબુનો રસ, 1 ચમચી આદુનો રસ અને સાકર નાખીને પીવાથી દરેક પ્રકારના પેટનાં દર્દ દૂર થાય છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ભૂખ ઉઘડે છે.
સ્થૂળતા, કબજિયાત- એક ગ્લાસ હુંકાળા પાણીમાં એક લીંબુનો રસ અને 1 ચમચી મધ નાખીને પીવાથી શરીરની બિનજરૂરી ચરબી ઘટે છે, શૌચશુદ્ધિ થાય છે, જૂની કબજીયાત મટે છે.
દાંતમાંથી લોહી નીકળવું- લીંબુનો રસ આંગળી પર લઈને દાંતના પેઢા ઉપર ઘસવાથી તથા નિયમિતરૂપે લીંબુનું શરબત પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થઈ જાય છે.
ત્વચા રોગ- લીંબુના રસમાં આમલીના બી વાટીને લગાવવાથી દાદર, ખરજવું મટે છે, કૃમિ, કુષ્ઠરોગમાં જ્યારે સ્ત્રાવ ન થતો હોય ત્યારે લીંબુનો રસ લગાડવાથી લાભ થાય છે. લીંબુના રસમાં કોપરલ તેલ મેળવીને શરીર પર એની માલિશ કરવાથી ચામડીની શુષ્કતા, ખંજવાળ વગેરે ચામડીના રોગોમાં લાભ થાય છે.
માથામાં ખોડો, ગૂમડા અને ફોલ્લીઓ- લીંબુનો રસ અને સરસિયાનું તેલ સભાગે મેળવીને લગાડવાથી અને પછી દહીં લગાવીને વાળ ધોવાથી થોડાક જ દિવસોમાં માથાનો દારૂણક રોગ મટે છે. આ રોગમાં માથામાં ફોલ્લીઓ અને ખંજવાળ આવે છે.
સાવધાની: સોજા, સાંધાનો દુખાવો, સફેદ ડાઘ-આ રોગોમાં લીંબુનું સેવન ન કરવું
ટિપ્સઃ વાળના મૂળમાં મધ લગાવવાથી વાળ બને છે ભરાવદાર, હેઅર સ્પાની ટ્રીટમેન્ટ ન લઈ શકતા હો તો વાપરો મોઈશ્ચરાઈઝર રિચ શેમ્પૂ