News Updates
BUSINESS

શાનદાર ફીચર્સ સાથે લોન્ચ થઈ Jawaની નવી બાઇક અને સ્પોર્ટી ડિઝાઈન-પાવરફૂલ એન્જિન

Spread the love

કંપનીએ ગ્રાહકો માટે આ બાઇકનું બુકિંગ શરૂ કરી દીધું છે અને આ બાઇકની ડિલિવરી પણ ટૂંક સમયમાં શરૂ થશે. ત્યારે આ લેખમાં બાઇકની કિંમત કેટલી છે અને આ બાઇકમાં કયા ફીચર્સ આપવામાં આવ્યા છે

Jawa Yezdi Motorcycles એ ભારતીય બજારમાં ગ્રાહકો માટે નવી Jawa 42 FJ 350 બાઇક લોન્ચ કરી છે. સ્પોર્ટી ડિઝાઈન અને પાવરફૂલ એન્જિન લોન્ચ કરવામાં આવેલી આ બાઈકમાં સીટની નવી ડિઝાઇન પણ જોવા મળશે. આ બાઇકમાં ઓફ-સેટ ફ્યુઅલ ટાંકી કેપ સાથે એલોય વ્હીલ્સ પણ છે.

આ સિવાય બાઇક રાઇડર્સની સુવિધા માટે કંપનીએ ફોનને ચાર્જ કરવા માટે USB ચાર્જિંગ પોર્ટ પણ આપ્યું છે. કંપનીએ ગ્રાહકો માટે આ બાઇકનું બુકિંગ શરૂ કરી દીધું છે અને આ બાઇકની ડિલિવરી પણ ટૂંક સમયમાં શરૂ થશે. ત્યારે આ લેખમાં બાઇકની કિંમત કેટલી છે અને આ બાઇકમાં કયા ફીચર્સ આપવામાં આવ્યા છે, તેના વિશે જાણીશું.

Jawa 42 લાઇનઅપમાં લોન્ચ કરાયેલા આ મોડલની શરૂઆતની કિંમત 1.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ કિંમત કેટેગરીમાં આ બાઇક TVS Ronin, Royal Enfield Classic 350 અને Royal Enfield Hunter 350 જેવી બાઈકને ટક્કર આપશે.

LED હેડલેમ્પ્સ ઉપરાંત નવા Jawa 42માં સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, આસિસ્ટ-સ્લિપર ક્લચ સાથે ડ્યુઅલ ચેનલ ABS જેવા ફીચર્સ છે. નવા Jawa 42માં અપગ્રેડેડ 334 cc સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ મોટર છે. તમને આ બાઇકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સપોર્ટ પણ મળશે અને આ ફીચરની મદદથી તમને બાઇકના ડિસ્પ્લે પર ઇનકમિંગ કોલ્સ અને SMS એલર્ટ વિશેની તમામ માહિતી મળશે.

આ નવા એન્જિનના NVH લેવલ અને પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે, થર્મલ મેનેજમેન્ટ યુનિટમાં પણ અગાઉના મોડલની સરખામણીમાં સુધારો કરવામાં આવ્યો છે. એન્જિન 22bhp પાવર અને 28Nm ટોર્ક જનરેટ કરે છે અને આ બાઇક 6 સ્પીડ ગિયરબોક્સ વિકલ્પમાં લોન્ચ કરવામાં આવી છે. બાઇકમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં ટ્વિન શોક એબ્સોર્બર્સ આપવામાં આવ્યા છે. ડ્યુઅલ-ચેનલ ABS સાથે ડિસ્ક બ્રેક્સ પણ છે.LED હેડલેમ્પ્સ ઉપરાંત નવા Jawa 42માં સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, આસિસ્ટ-સ્લિપર ક્લચ સાથે ડ્યુઅલ ચેનલ ABS જેવા ફીચર્સ છે. નવા Jawa 42માં અપગ્રેડેડ 334 cc સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ મોટર છે. તમને આ બાઇકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સપોર્ટ પણ મળશે અને આ ફીચરની મદદથી તમને બાઇકના ડિસ્પ્લે પર ઇનકમિંગ કોલ્સ અને SMS એલર્ટ વિશેની તમામ માહિતી મળશે.

આ નવા એન્જિનના NVH લેવલ અને પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે, થર્મલ મેનેજમેન્ટ યુનિટમાં પણ અગાઉના મોડલની સરખામણીમાં સુધારો કરવામાં આવ્યો છે. એન્જિન 22bhp પાવર અને 28Nm ટોર્ક જનરેટ કરે છે અને આ બાઇક 6 સ્પીડ ગિયરબોક્સ વિકલ્પમાં લોન્ચ કરવામાં આવી છે. બાઇકમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં ટ્વિન શોક એબ્સોર્બર્સ આપવામાં આવ્યા છે. ડ્યુઅલ-ચેનલ ABS સાથે ડિસ્ક બ્રેક્સ પણ છે.


Spread the love

Related posts

આવતા અઠવાડિયે બે IPO ખુલશે:પોપ્યુલર વ્હીકલ્સ અને ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસિસમાં રોકાણની તક, મિનિમમ રોકાણ 14 હજાર 750

Team News Updates

શરૂઆતની કિંમત 9.10 લાખ,સુપરસ્પોર્ટ્સ બાઇકમાં 400CCનું 4-સિલિન્ડર એન્જિન,યામાહા R15ને આપશે ટક્કર,ભારતમાં લોન્ચ Kawasaki Ninja ZX-4RR

Team News Updates

કેન્દ્રીય કર્મચારીઓને ફરી સારા સમાચાર મળી શકે છે:1 જુલાઈથી મોંઘવારી ભથ્થામાં 3-4%નો વધારો થઈ શકે છે, સરકારે માર્ચમાં DAમાં 4%નો વધારો કર્યો હતો

Team News Updates