News Updates
AHMEDABAD

અંબાલાલ પટેલ કોણ છે ?કયા વર્ષમાં કરી હતી પ્રથમ આગાહી? કેવી રીતે બન્યા હવામાન નિષ્ણાત? 

Spread the love

અંબાલાલા દામોદરદાસ પટેલ. ગુજરાતમાં આ નામ ખૂબ જાણીતું છે. તેઓ હવામાન નિષ્ણાત છે. લોકો તેમને નામથી ઓળખે છે પરંતુ તેમના વિશે વધારે વિગત જાણતા નથી. અંબાલાલ પટેલ (Ambalal Damodardas Patel)નો જન્મ પહેલી સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો. અંબાલાલા પટેલે આણંદમાં બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચર (B.Sc agriculture)માંથી એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું છે. ત્યાર બાદ 1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર (Agriculture supervisor) તરીકે જોડાયા હતા. જે બાદમાં ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી. તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવી છે. બીજ સુપરવાઈઝર ઉપરાંત સેક્ટર 15 ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005માં નિવૃત થયા છે.

અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે સાથે જ્યોતિષ વિષયમાં રસ ધરાવે છે. તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરતા ત્યારે કૃષિ પાકને લઈને ચર્ચા કરતા હતા. સારા પાક માટે વરસાદની ખાસ જરૂરિયાત હોય છે. કૃષિ પાક અને વરસાદની ચર્ચા થતી ત્યારે અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે. ત્યાર બાદ તેઓેએ જ્યોતિષ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.


Spread the love

Related posts

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, પાંચ દિવસમાં આ વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ સાથે થશે માવઠું

Team News Updates

665 નવી જીવન રક્ષક દવાઓ ઉમેરી રાજ્ય સરકારે ;ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહેશે  12થી વધુ રોગની,717થી વધીને 1382 થઈ એસેન્સિયલ ડ્રગ લીસ્ટની દવાઓ

Team News Updates

વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુરમાં

Team News Updates