News Updates
GUJARAT

Aravalli:નશામાં ધૂત યુવક કોઝવેના વહેતા પાણીમાં તાણાયો:NDRF અને મોડાસા ફાયરની ટીમે રેસ્ક્યૂ કરી બચાવ્યો,બાયડના અલાણા ગામે વાત્રક નદીમાં પૂર આવતા યુવક તાણાયો

Spread the love

કોઈપણ સંકટ સમય હોય ત્યારે માણસે સામા પાણીએ જતા કોઈ જોખમ ના ખેડવું જોઈએ આવી જ એક ઘટના બાયડના અલાણા ગામે બનવા પામી છે.

હાલ અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ થયો છે. જેના કારણે નદીઓમાં પાણીની ભારે આવક થવા પામી છે. વાત્રક નદીમાં પણ ભારે પાણીની આવક થઈ છે. જેના કારણે નદી નાળા કોઝવે છલકાયા છે. ત્યારે બાયડના અલાણા પાસે વાત્રક નદીના કોઝવે પર પુરની સ્થિતિ હતી. એવામાં એક નશામાં ધૂત યુવક પાણીના સામા પ્રવાહે આવતા તણાવા લાગ્યો હતો.

જો કે બાજુના એક ગામમાં એક યુવક પાણીમાં ડૂબ્યો હોવાથી એનડીઆરએફ અને મોડાસા ફાયરની ટિમ પણ ત્યાં ઉપસ્થિત હતી. જેથી પાણીના પ્રવાહમાં જેવો યુવક તાણાયો કે તરત જ રેસ્ક્યૂ ટિમ સાધનથી સજ્જ થઈ પાણીમાં ડૂબતા યુવકને બચાવ્યો હતો. આમ બીજા ગામના ડૂબેલા યુવકને શોધવા આવેલી ટિમ અલાણાના ડૂબેલા યુવાનના કામમાં આવી અને યુવક બચી જવા પામ્યો હતો.


Spread the love

Related posts

પોલીસકર્મીની લાશ સરકારી ક્વાર્ટર્સમાંથી મળી :મહિલાનો પંખે લટકતો મૃતદેહ મળ્યો; જિલ્લા પોલીસવડાની કચેરીમાં ASI તરીકે ફરજ બજાવતી 

Team News Updates

હિંડન એરબેઝ પર ભારતનો ડ્રોન શો શરૂ:રાજનાથ સિંહ C-295 એરક્રાફ્ટ IAFને આપશે; 75થી વધુ ડ્રોન સ્ટાર્ટઅપ્સ-કોર્પોરેટ હાજર

Team News Updates

દવાઓની અછત કે સારવારમાં બેદરકારી ! 31 મૃત્યુ માટે જવાબદાર કોણ ? હોસ્પિટલમાં હોબાળો

Team News Updates