News Updates
RAJKOT

RAJKOT:2600 કિલો અખાદ્ય મીઠાઈ અને માવાનો નાશ, પનીર, થાબડી, બરફી અને આઈસ્ક્રિમ સહિત 10 નમુના લેવાયા,રાજકોટનાં નાનામોવા નજીક ‘પટેલ પેંડા’માંથી

Spread the love

રાજકોટમાં સતત વધતા રોગચાળાને અટકાવવા ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મનપાનાં ફૂડ વિભાગ દ્વારા આજરોજ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજકોટનાં નાનામોવા નજીક ‘પટેલ પેંડા’માંથી 2600 કિલો અખાદ્ય મીઠાઈ અને માવાનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 45 જેટલા ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 17 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપી હતી અને પનીર, થાબડી, બરફી અને આઈસ્ક્રીમ સહિત 10 નમુના લેવાયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ નાનામોવા ચોક ખાતે આવેલ પટેલ પેંડાવાલાને ત્યાં સ્થળ તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન અનેક પ્રકારની મીઠાઈ તથા ફરસાણનો ઉત્પાદન પેઢી દ્વારા કરવામાં આવતું હોવાનું જોવા મળ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ઉત્પાદનનો સંગ્રહ કરીને તેનું વેચાણ કરવામાં આવે છે. ત્યારે તેના કોલ્ડ સ્ટોરેજની તપાસ કરાતા પેઢી દ્વારા આવા પ્લાસ્ટિક પેકેટ બેગમાં જથ્થો તથા મીઠાઈનો મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહ કરેલ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત મીઠા, માવાના પેકેટ પર ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે વિગતો આપેલ ન હોવાનું અને મીઠાઇમાં ફંગસ થવા લાગ્યાનું જાણવા મળ્યું હતું. કોલ્ડ સ્ટોરેજ રૂમમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મીઠાઈ મળીને અંદાજિત 2600 કિલોગ્રામ મીઠાઈનો જથ્થોનો આરોગ્ય શાખાની ટીમ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજેનિક કન્ડિશન જાળવવા તેમજ પેકિંગ કરેલ ખાદ્યચીજો ઉપર કાયદા મુજબ વિગતો દર્શાવવા અને ઉત્પાદક તરીકે ફૂડ લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ કેસર શીખંડ સંગમ બરફીના નમૂના પણ લેવામાં આવ્યા હતા.

​​​​​​​આ ઉપરાંત કોઠારિયા રોડ ઉપર આવેલ સત્યમ પાર્ક 5માં રિયલ ડેરી ફાર્મમાંથી કેસર પૈડાના, નીલકંઠ સિનેમા પાસે સત્યમ ડેરી ફાર્મમાંથી થાબડીનું, હુડકો ક્વાર્ટર પાસે આવેલ નવનીત ડેરી ફાર્મેમાં બટરસ્કોચ બરફી તેમજ પનીરનું સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય ડેરી ફાર્મ અથવા મીઠાઇની દુકાનોમાંથી ફૂડ શાખા દ્વારા વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં પનીર તેમજ થાબડી, બરફી ઉપરાંત આઈસ્ક્રીમ સહિત 10 નમુના લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જે-તે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Spread the love

Related posts

રેકોર્ડબ્રેક ભાવ રૂ. 23,113 બોલાયો મુહૂર્તમાં એક મણનો :ગોંડલ યાર્ડમાં લાલચટક મરચાંની આવક શરૂ,સિઝનની શરૂઆતે 3500થી 4000 ભારીની આવક નોંધાઈ

Team News Updates

 છાડવાવદરમાં નદીના ધસમસતા પાણીમાં બે યુવક તણાયા, વીજપોલ હાથમાં આવતા એકનો બચાવ, બીજાનો મૃતદેહ હાથ લાગ્યો

Team News Updates

રાજકોટ મ્યુનિ.ના આરોગ્ય વિભાગના દરોડા:17 હોટલ-રેસ્ટોરાંમાં ચેકિંગ કરી 16 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો, 2 વેપારીને નોટિસ ફટકારી

Team News Updates