News Updates
ENTERTAINMENT

 રોહિત શર્મા 37 વર્ષની ઉંમરે પણ ‘હિટમેન’ ,ICC રેન્કિંગમાં દબદબો યથાવત

Spread the love

તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં રોહત શર્મા પાંચમા સ્થાને આવી ગયો છે, જ્યારે ODI ફોર્મેટમાં તે બીજા સ્થાને છે. રોહિત 37 વર્ષનો છે પરંતુ આ ખેલાડી વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જે ICC ટેસ્ટ અને ODI રેન્કિંગમાં ટોપ-5માં છે.

ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ અને વનડે કેપ્ટન રોહિત શર્મા ભલે 37 વર્ષનો થઈ ગયો હોય પરંતુ તેનો કરિશ્મા હજુ પણ અકબંધ છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાને પોતાની કેપ્ટનશિપમાં T20 વર્લ્ડ કપ જીતાડનાર રોહિત હવે ICC રેન્કિંગમાં રાજ કરી રહ્યો છે.

ICCએ બુધવારે નવી રેન્કિંગ જાહેર કરી જેમાં રોહિત શર્મા ટેસ્ટમાં નંબર 5 અને ODIમાં નંબર 2 પર યથાવત છે.

રોહિત શર્મા વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જે ODI અને ટેસ્ટ બંને રેન્કિંગમાં ટોપ-5માં છે. હવે રોહિત 8 દિવસ પછી ફરી મેદાનમાં ઉતરવાનો છે જ્યાં તે બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમતા જોવા મળશે. 

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી રોહિત શર્મા માટે આસાન નહીં હોય કારણ કે આ ટીમ સામે તેનો ટેસ્ટ રેકોર્ડ ઘણો ખરાબ છે. રોહિતે 3 ટેસ્ટમાં માત્ર 33 રન બનાવ્યા છે.

રોહિત શર્મા પાંચ વર્ષ બાદ બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ રમશે. છેલ્લી વખત જ્યારે તે બાંગ્લાદેશ સામે ઈડન ગાર્ડન્સમાં ટેસ્ટ રમ્યો હતો ત્યારે તે માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો.


Spread the love

Related posts

નરેન બન્યો પ્લેયર ઓફ ધ મેચ:ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફટકાર્યા ધમાકેદાર ચોગ્ગા અને છગ્ગા,વિરાટ કોહલીએ તોડ્યો ગેલનો રેકોર્ડ

Team News Updates

બેન સ્ટોક્સે રેકોર્ડ 182 રન બનાવ્યા:ઇંગ્લેન્ડના વન-ડે ઈતિહાસમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર; ન્યૂઝીલેન્ડને 181 રનથી હરાવ્યું

Team News Updates

Paris Olympics 2024:રચ્યો ઈતિહાસ નીરજ ચોપરાએ, ફાઈનલમાં પહોંચ્યો પહેલા જ થ્રોમાં રેકોર્ડ તોડીને

Team News Updates